GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

જોખમી સર્જરી/ મહિલાની છાતીની જમણી બાજુમાં એવી વસ્તુઓ ઘૂસી કે જીવ મૂકાયો જોખમમાં, રિસ્ક લઈ તબીબોએ કાશ્મીરી યુવતીની જિંદગી બચાવી

અફલાકબાનું જીવનનિર્વાહ કરવા વિવધ પ્રવૃતિઓ કરે છે. તેઓને ગાલીચા (કાલીન) બનાવવાનો અનેરો શોખ છે. વિવિધ પ્રકારના આકર્ષક ગાલીચા બનાવીને તેઓ ઘણાંય લોકોની પ્રશંસાના પાત્ર બન્યા છે. પરંતુ એક દિવસ બનેલી આકસ્મિક ઘટનાએ અફલાકબાનુંની જિંદગીને જીવન અને મૃત્યુના જંગ વચ્ચે લાવીને મૂકી દીધા હતા.

કાશ્મીરી યુવતીનો ઝીંદગી મોત વચ્ચેનો જંગ

મૂળ જમ્મુ કાશ્મીરની 25 વર્ષીય અફલાકબાનું એક દિવસ શારીરિક અશક્તિ અનુભવી રહી હતી‌. પરંતુ ગમતી વસ્તુનો શોખ વળી કેવા પ્રકારનો થાક અનુભવવા દે ખરો ? ગાલીચા બનાવવાના શોખના કારણે તેઓ શારીરીક નબળાઈઓને અવગણીને કામ કરતા રહ્યાં હતાં. પરંતુ એકાએક એ જ દિવસે ગાલીચા બનાવતા- બનાવતા અફલાકબાનું ઢળી પડ્યા. આ દરમિયાન અફલાકબાનુના પેટના ભાગમાં તથા છાતીના જમણી બાજુના ભાગે આકસ્મિક ત્રણ સોય ઘૂસી ગઇ. જે પેટના અંદરના ભાગમાં થઇ આંતરડા સુધી પહોંચી ગઈ. ત્યારબાદ શરૂ થયો જીંદગી અને મોત વચ્ચેનો તૂમૂલ જંગ.

જટિલ સમસ્યાઓને લીધે અમદાવાદ રીફર કરાયા

પેટમાં આકસ્મિક સોય ઘૂસી જતા અફલાકબાનુંના પરિવારજનો ચિંતાતુર બન્યા. ત્યાંની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા બાદ તેઓ મધ્યપ્રદેશ જિલ્લાના મંદસોર શહેરની વિવિધ હોસ્પિટલમાં સારવાર કરાવી. આ દરમિયાન તેઓએ એક્સ-રે , સી.ટી. સ્કેન જેવા વિવિધ રીપોર્ટસ કરાવ્યા. રીપોર્ટમાં તબીબોને સમસ્યા અત્યંત જટીલ લાગતા અફલાકબાનુંના પરિવારજનોને તરત જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ જવા કહ્યું.

અનેક નિરાશાઓ બાદ આશાનું નવું કિરણ

વિવિધ હોસ્પિટલમાં મળેલી નિરાશાથી સમગ્ર પરિવાર વધુ ચિંતીત બન્યો હતો. તેવામાં આ તમામ નિરાશાઓને નેવે મૂકીને પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આશાના તોરણો બાંધી સારવાર અર્થે આવી પહોંચ્યા હતા.

આંતરડા પાસે 3 સોયા જોઈ તબીબો ચોંકી ગયા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગેસ્ટ્રો સર્જરી વિભાગના તબીબો પાસે સારવાર માટે પહોંચ્યા ત્યારે તબીબોએ ફરી વખત સી.ટી. સ્કેન કરાવ્યો. આ સી.ટી. સ્કેનમાં જે દેખાયુ તેણે સિવિલ હોસ્પિટલના તબીબોને પણ સ્તબ્ધ કરી મૂક્યા હતા. દર્દીના પેટના ભાગમાં આંતરડા પાસે 3 સોય જોવા મળી. આ સોયનું આંતરડા પાસે હોવું દર્દીના આંતરડાને ગંભીર નુકસાન પહોંચાડી શકે તેમ હતું. દર્દી સેપ્ટીક સોક અવસ્થામાં પહોંચીને મૃત્યુ પામી શકે તેવી સ્થિતિ સર્જાવવાની સંભાવનાઓ પ્રબળ રહેલી હતી.

જટિલ ઓપરેશનનું બીડું ઉઠાવ્યું

આવા પ્રકારની સર્જરીમાં ગહન અભ્યાસ, નિપુણતા અને તકનીકી મશીનરીની ખુબ જ આવશ્યકતા હતી. જેથી ગેસ્ટ્રો સર્જરી વિભાગના સિનિયર તબીબોએ એનેસ્થેસિયા વિભાગના તબીબોના સહયોગથી અફલાકબાનુંની જોખમી સર્જરી સરળ અને સફળતાપૂર્વક પાર પાડવા બીડૂ ઉપાડ્યુ.

ગેસ્ટ્રો વિભાગની ટીમે કર્યો ઊંડો અભ્યાસ

ગેસ્ટ્રો સર્જરી વિભાગના નિષ્ણાંત તબીબો ડૉ. પ્રશાંત મહેતા, ડૉ. વિક્રમ મહેતા અને તેમની સમગ્ર ટીમ અને એનેસ્થેસિયા વિભાગના તબીબ ડૉ. દિક્ષિતા ત્રિપાઠી દ્વારા આ કેસનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો.

સફળતાથી 3 સોય બહાર કઢાઈ

આ સર્જરીમાં સોયના સ્થાનની મુખ્ય સચોટતા ચકાસવાની ખાસ જરૂર હતી. પેટના આંતરડાના ભાગમાં ચોક્કસપણે કયા સ્થાન પર સોય રહેલી છે તે જાણવું અત્યંત જરૂર બની રહ્યુ હતુ. જે માટે IITV (Image Intensifier system) ની મદદથી તબીબોએ સોયનું ચોક્કસ સ્થાન શોધી કાઢ્યુ.  ત્યારબાદ અફલાકબાનુંને આ સમસ્યામાંથી ઉગારવા માટે તમામ જહેમત હાથ ધરાઇ. 2 કલાકથી પણ વધુ સમય ચાલેલી સર્જરીના અંતે દર્દીના પેટમાંથી અણીદાર ખૂબ જ પાતળી 2 સોય તથા જમણી બાજુ છાતીના ભાગમાંથી 1 સોય શરીરના અન્ય અવયવને ઇજા ન પહોંચે તેવી રીતે સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી.

કાશ્મીરી યુવતી સ્વસ્થ થઇ ઘરે પરત ફરી

સર્જરી બાદ અફલાકબાનુને થોડા સમય તબીબી દેખરેખ હેઠળ રાખ્યા બાદ રજા આપવામાં આવી છે. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને પીડામૂકત થઇને પોતાના વતન પરત ફર્યા છે.

આ પ્રકારનો પહેલો કિસ્સો: ડૉ. વિક્રમ મહેતા

ગેસ્ટ્રો સર્જરી વિભાગના ડૉ. વિક્રમ મહેતા કહે છે કે “અત્યાર સુધી શરીરના હાથ અને પગના ભાગ કે અન્ય બાહ્ય ભાગમાં સોય ખૂંચી હોય અથવા ધૂસી ગઇ હોય તેવા પ્રકારના કિસ્સા અમારી સમક્ષ આવ્યા હતા. પરંતુ આંતરડાના ભાગમાં સોય પહોંચી હોય તે અમારા માટે પણ પ્રથમ કિસ્સો હતો. સોયનું કદ અત્યંત નાનુ હોવાથી શરીરમાં સોયનું સ્થાન જાણવું ખૂબ જ પડકારજનક બની ગયું હતું. આવામાં સિવિલ હોસ્પિટલની સુપ્રીન્ટેન્ડેટ ડૉ. જે.વી. મોદીને  IITVની માંગ કરતા વિના વિલંબે તેઓએ સમગ્ર વ્યવસ્થા કરી આપી. જેના કારણે આ સર્જરી સરળતાથી સફળતાપૂર્વક પાર પાડી શક્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ

Karan

મોટા સમાચાર / નોર્વેની રાજધાની ઓસ્લોના નાઇટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર : 2ના મોત, 14 ઘાયલ

Karan

સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો

Damini Patel
GSTV