GSTV

કોરોનાની સંભવિત ત્રીજી લહેર બની શકે છે બાળકો માટે ઘાતક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઉભી કરાઈ આ યુવિધાઓ

Last Updated on June 15, 2021 by Pritesh Mehta

હાલ ગુજરાતમાં કોરોનાના કેસો ભલે ઘટ્યા હોય પરંતુ બીજી લહેર અનેક દર્દીઓ માટે ઘાતક સાબિત થઇ છે. ત્યારે હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ સજ્જ થઈ ગઈ છે. સિવિલમાં બાળકોની સારવાર માટે 300 બેડ વધારવામાં આવ્યા છે. તેમજ સ્પેશિલય ચિલ્ડ્રન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલનું તંત્ર અત્યારથી જ તૈયારીમાં લાગી ગયું છે. સિવિલ કેમ્પસમાં ચાલતી 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં બાળકો માટેના 300 બેડ વધારવામાં આવ્યા છે.

બીજી તરફ પીડિયાટ્રિક વિભાગના તબીબો તેમજ નર્સિંગ સ્ટાફને ટ્રેનિંગ આપવાનું પણ શરૂ કરી દેવાયું છે. દરરોજ 50 થી 60 મેડિકલ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલમાં જીએમએસસીએલ દ્વારા 150 વેન્ટિલેટર સપ્લાય કરાશે. હાલ સિવિલ હોસ્પિટલમાં એનઆઇસીયુ અને પીઆઇસીયુના 45-45 વેન્ટિલેટર બેડ તૈયાર કરવામાં આવ્યા છે

પીડિયાટ્રિક વિભાગના મેડિકલ સ્ટાફને તમામ પ્રકારની તાલીમ આપવામાં આવશે. આ માટે 100 મેડિકલ ઓફિસરની મદદ લેવામાં આવશે. ટ્રેનિંગ મોડ્યુલ અંતર્ગત ટ્રાયએજમાં બાળક આવે ત્યાંથી લઈ તેની ક્યા પ્રકારની ટ્રીટમેન્ટ કરવી. બાળક ક્રિટિકલ હોય તો ICUમાં શિફ્ટ કરવા. નાનું બાળક હોય તો NICUમાં શિફ્ટ કરવા સહિતની કામગીરી ટ્રેનિંગ દરમ્યાન શીખવવામાં આવશે.

સાથે જ બાળકોને કઈ રીતે ડ્રગ આપવી. કેવી રીતે મોનિટરિંગ કરવું તેવી નાની બાબતોની પણ તાલીમ અપાશે. જો બાળક વેન્ટિલેટર પર હોય તો ક્યા પેરામીટર જોવાના તે પણ સ્ટાફને શીખવવામાં આવશે. કેટલાક કિસ્સાઓમાં બાળક સાથે તેના પેરન્ટ્સને રાખવા પડે તેવી સ્થિતિ હોય તો તેમને કેવી રીતે સાથે રાખી શકાય તે વ્યવસ્થા પણ કરવામાં આવશે.

માતા-પિતા સુરક્ષિત રહેશે તો બાળકો પણ સુરક્ષિત રહેશે. આથી કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા દરેક માતા-પિતા કે જેમના ઘરમાં નાનું બાળક છે તેમને અચૂક વેક્સિન લેવાની અપીલ તબીબો કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!