GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

સતત ચોથા દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે, કલાકો સુધી દર્દી માગતો રહ્યો મદદ પણ કોઈ ના ફરક્યું

સતત ચોથા દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી અને અહીં ચાલતા અંધેર વહીવટની ઘટના સામે આવી છે. હોસ્પિટલના કિડની વિભાગમાં પ્રથમ માળે રાખેલા કોરોના પોઝિટિવ દર્દીની સારવાર અને સારસંભાળમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી. અહીં 60 વર્ષીય વૃદ્ધને પથારીમાં પેશાબ થઇ ગયા છતાં 5 કલાક સુધી તેમની પથારીની સાફસફાઇ ન કરવામાં આવી.

બપોરે 12 વાગ્યાથી વૃદ્ધ દર્દી સાફસફાઇ માટે રાહ જોતા

બપોરે 12 વાગ્યાથી વૃદ્ધ દર્દી સાફસફાઇ માટે રાહ જોતા રહ્યા. તેમ છતાં કલાકો સુધી હોસ્પિટલ સ્ટાફ અહીં ન ફરક્યો. એટલું જ નહિં આસપાસના દર્દીઓએ પણ સ્ટાફને ફરિયાદ કરવા છતાં સફાઇ માટે એક પણ કર્મચારી ન આવ્યા. મહત્વનું છે કે છેલ્લા 4 દિવસથી સિવિલમાં દર્દીઓની અયોગ્ય સારવાર તેમજ મોત મામલે બેદરકારીના સંખ્યાબંધ કિસ્સાઓ સામે આવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. ઈસનપુરના શખ્સના પિતાને 13મી તારીખે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાખલ કરાયેલા શખ્સને ડાયાબિટીઝ હોવા છતાં માપવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. દર્દીના મોમાં ચાંદા પડ્યા હોવા છતા તેની કોઈપણ પ્રકારની સારવાર કરવામાં આવતી નથી. પુત્રનો આક્ષેપ છે કે, હાલતા-ચાલતા ગયેલા પિતા અત્યારે ઉભા થઇ શકતા નથી.

READ ALSO

Related posts

વિકાસ દુબેની માતાએ જ પોલીસને કરી અપીલ, પુત્રને મોતને ઘાટ ઉતારવાની કહી વાત

Arohi

કોરોનાનો વીમો ખિસ્સુ ખાલી કરાવશે: આ કારણે ‘એક દેશ-એક પ્રીમિયમ’થી મોંઘુ હશે ‘કોરોના કવચ’

Bansari

અમદાવાદમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ: આ નવા કન્ટેન્ટમેન્ટ વિસ્તારો બન્યા હૉટસ્પોટ, પશ્વિમ ઝોનમાં વધ્યા એક્ટિવ કેસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!