GSTV

તબીબોની ચેતવણી/ જો આમ જ ચાલ્યું તો પાછી ફરી એકવાર સિવિલ હોસ્પિટલ ભરાઇ જશે, અમદાવાદને ભારે પડશે બેદરકારી

સિવિલ

એક તરફ, મ્યુનિ.કોર્પોરેશન-રાજ્ય આરોગ્ય વિભાગ કોરોનાને કાબૂમાં લેવા અથાગ પ્રયાસો કરી રહ્યું છે ત્યારે બીજી તરફ, અમદાવાદીઓ હજુય કોરોનાને હળવાશથી લઇ રહ્યાં છે. નિષ્ણાત તબીબોએ એવી ચિંતા વ્યક્ત કરી છે કે, આવી ગંભીર પરિસ્થિતિમાં ય શહેરીજનો માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે. અમદાવાદીઓને આ બેદરકારી ભારે પડી શકે છે કેમ કે, છેલ્લાં એકાદ અઠવાડિયાથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. જો આમ જ ચાલ્યું તો પછી ફરી એકવાર સિવિલ હોસ્પિટલ ભરાઇ જશે.

અમદાવાદ શહેરમાં કોરોના પર માંડ કાબૂ મેળવાયો છે ત્યાં ફરી એકવાર શહેરીજનોને એવુ સમજી રહ્યાં છે કે, હવે કોરોના સમાપ્ત થયો છે પણ એવુ નથી. ચાલુ સપ્ટેમ્બર માસમાં શહેરમાં ફરી કોરોનાનુ જોર વધ્યું છે.

છેલ્લાં એકાદ અઠવાડિયાથી કેસો વધી રહ્યાં છે. અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો. જે. વી. મોદીનું કહેવું છે કે,અત્યારે રોજ 45 દર્દીઓ ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં આવી રહ્યાં છે જેમને વેન્ટિલેટરની જરૂરિયાત હોય છે. એટલું જ નહીં, કોરોનાની ઓપીડીમાં ય દર્દીઓની સંખ્યા વધી છે.

ઓપીડીમાં રોજ 140થી વધુ દર્દીઓ આવી રહ્યાં છે. અત્યારે સિવિલમાં કોરોનાના 354 દર્દીઓ સારવાર હેઠળ છે. એવુ કહી શકાય છે કે, અમદાવાદમાં ફરી ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ છે. જો આવું જ ચાલ્યું તો, અમદાવાદમાં જુલાઇ મહિના જેવી સ્થિતિ થવાની દહેશત છે. ફરી આખી સિવિલ ભરાઇ જશે.

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઓછુ થયું હોવાની માનીને માસ્ક પહેરવાનુ ટાળી રહ્યાં છે. ચાની કિટલી હોય કે, પાનના ગલ્લા પર ભીડ વચ્ચે ઉભા રહેતા ય ડર અનુભવતાં નથી. આવી બેદરકારી જ કોરોનાને નોતરૂં આપી રહી છે.

અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિગ હોમ્સ એસોસિએશનના પ્રેમુખ ડો.ભરત ગઢવીનુ કહેવુ છેકે, હજુ લોકો માસ્ક પહેરવુ અનિવાર્ય સમજતા જ નથી જેના કારણે કેસો વધી રહ્યાં છે. આજે અમદાવાદ શહેરની 55 ખાનગી હોસ્પિટલોમાં 80 ટકા બેડ ભરાયેલાં છે. આઇસીયુ ફુલ છે. આ પરથી ખબર પડી શકે કે,કોરોનાની સ્થિતી કેવી છે.

જો અમદાવાદીઓ સાવચેતી નહી રાખે તો,આગામી દિવસોમાં વધુ ગંભીર સ્થિતીનુ નિર્માણ થશે. સુરત જેવી હાલત થશે.આજે કોરોનાનું સંક્રમણ એટલી હદે વધ્યુ છેકે, માસ્ક વિના ઘર ની બહાર નીકળવુ જોખમી બન્યુ છે. ડોક્ટરોએ લાલબત્તી ધરી છેકે, અમદાવાદમાં શરૂઆતમાં કોરોનાની જેવી સિૃથતી હતી તેનુ પુનરાવર્તન થાય તો નવાઇ નહી.

કોરોનાથી બચવા શું કરશો ?

  • ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક અચુક પહેરો
  • ઓફિસમાં ય માસ્ક પહેરી રાખો
  • હવાની અવરજવર હોય તેવા સૃથળે બેસો
  • કોઇ વ્યક્તિને મળો ત્યારે છ ફુટનુ અંતર રાખો
  • સામૂહિક રીતે નહી પણ એકલા જ ભોજન,ચા,પાણી નાસ્તા કરવાનુ રાખો
  • ઓફિસમાં કામ કરો ત્યારે પણ વારંવાર સેનેટાઇઝરથી હાથ સાફ કરો
  • ચાની કિટલી,પાનના ગલ્લા ,બજારમાં ભીડમાં જવાનુ ટાળો
  • ઘરમાં કોઇ ઉજવણી,પ્રસંગ ન કરો બલ્કે ખુલ્લા સૃથળે આયોજન કરો

Read Also

Related posts

ગુજરાતની જીવાદોરી નર્મદાની જળ સપાટીમાં થયો વધારો, ડેમાં 10 દરવાજા ખોલ્યા

Pravin Makwana

ગુજરાત સહિત આ રાજ્યોમાં ત્રણ દિવસ પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતવણી

Mansi Patel

પાક નુકસાનીના સર્વે પર આપના વત્તી GSTVએ સરકારને કર્યો આ સવાલ, જાણો સરકારે શું આપી છે ખાતરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!