GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અમદાવાદ સિવિલ હોસ્પિટલની વધુ એક ગંભીર બેદરકારી આવી સામે, અંતિમ સંસ્કાર બાદ પરિવારજનોને જાણ કરાઈ દર્દી સ્વસ્થ છે !

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ઘણા વખત વિવાદોમાં ઘેરાયેલી છે ત્યા વધુ એક વખત ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીનું મોત જાહેર કર્યા બાદ પરિવારે મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યાર બાદ તંત્રએ પરિવારજનોને જાણ કરી કે દર્દીનો રિપોર્ટ નેગેટિવ છે અને જનરલ વોર્ડમાં દાખલ કર્યા હોવાનું જણાવ્યું. વધુ એક વખત સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી, કે જેમાં સારવાર લઈ રહેલા દર્દીનું મોત જાહેર કરી દેવાયુ અને પરિવારજનોએ અંતિમ વિધિ કરી તે બાદ પરિવારજનોને દર્દીને સિવિલના જનરલ વોર્ડમાં દાખલ હોવાનું કહેવાયુ છે.

દર્દીનું મોત જાહેર કરી દેવાયુ અને પરિવારજનોએ અંતિમ વિધિ કરી

સમગ્ર વિવાદ પર નજર કરીએ તો.અમદાવાદના નિકોલના દેવરામભાઈને ગત 28 મેના દિવસે ડાયાબિટીસ વધતા સિવિલમાં દાખલ કરાયા હતા.જેમનું 22 કલાક બાદ 29 મેના દિવસે બપોરે 3 વાગ્યે મોત નિપજ્યુ હતુ. પરિવારના બે સભ્યોએ પીપીઈ કીટ સાથે અંતિમ વિધિ પણ કરી હતી.

દર્દીનું મૃત્યુ થયું છે તેવો પરિવારજનોને સિવિલમાંંથી કોણે આપ્યો મેસેજ

  • દર્દીનું મૃત્યુ થયું છે તેવો પરિવારજનોને સિવિલમાંંથી કોણે આપ્યો મેસેજ?
  • જા દર્દી જનરલ વોર્ડમાં દાખલ છે તો પરિવારજનોએ કોની અંતિમવિધિ કરી?
  • દેવરામભાઈના પરિવારજનોને મૃત્યુ પામનારા વ્યિGતનો ચહેરો કેમ ન બતાવ્યો?
  • શા માટે સિવિલ હોસ્પિટલમાં વારંવાર સામે આવે છે ઘોર બેદરકારી?
  • સિવિલ હોસ્પિટલની બેદરકારીને લઈને ક્યારે જાગશે સરકાર?
  • સિવિલ હોસ્પિટલમાં આવી ઘોર બેદરકારી બદલ જવાબદાર કોણ?
  • શું જવાબદાર સામે ભરાશે કડક પગલાં કે પછી થશે ઢાંકપીછોડો?

શું જવાબદાર સામે ભરાશે કડક પગલાં કે પછી થશે ઢાંકપીછોડો

જોકે મૃતકનો ચહેરો બતાવવામાં આવ્યો ન હતો. જે બાદ ગત 30 મેના દિવસે કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો હતો..જેમાં દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે..અને તેઓ જનરલ વોર્ડમાં દાખલ કર્યા હોવાનું કહ્યું હતું. આમ સિવિલ હોસ્પિટલની વધુ એક વખત ઘોર બેદરકારી સામે આવી છે.

સિવિલ હોસ્પિટલની વધુ એક વખત ઘોર બેદરકારી સામે આવી

  • અમદાવાદ સિવિલ હોસ્પીટલ ની વધુ એક બેદરકારી
  • નિકોલના દેવરામભાઇને 28 મે ના રોજ ડાયાબિટીસ વધતા સિવિલમાં દાખલ કરાયા
  • 22 કલાકમાં બાદ 29 મે ના રોજ બપોરે 3 વાગે મોત
  • 4pm પરિવારના બે સભ્ય PPE કીટ સાથે અંતિમ વિધી કરી
  • મરનારનો ચહેરો ન બતાવ્યો
  • 30 મીએ કંટ્રોલમાંથી ફોન આવ્યો
  • દર્દીનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે, જનરલ વોર્ડમા દાખલ કર્યા છે

READ ALSO

Related posts

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત ધારણ કરી શકે છે કેસરિયો

Arohi

Coronaએ સુરતની સૂરત બદલતાં પહોંચ્યા રૂપાણી, આ માટે 100 કરોડની કરી દીધી ફાળવણી

Arohi

TIK TOKને પ્રતિબંધથી લાગ્યો છે મોટો ઝટકો : ₹ 45 હજાર કરોડનું થયું નુકસાન, વિચારો વર્ષે કેટલું કમાતા હતા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!