GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં હવે કોરોના સિવાય આ બીમારીનો પગપેસારો, 12 વર્ષથી નીચેની વયના 260 બાળકો સિવિલમાં સારવાર હેઠળ

Last Updated on June 10, 2021 by Dhruv Brahmbhatt

નિકુલ પટેલ, અમદાવાદ : રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે અનેક બીજી બીમારીઓએ પણ માઝા મૂકી છે. ત્યારે હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલા Hiv સેન્ટરમાં સારવાર માટે આવતા દર્દીઓના ચોંકવનારા આંકડાઓ સામે આવ્યાં છે. રાજ્યમાં એઇડ્સ પણ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યો છે. માત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જ 2005 થી અત્યાર સુધીમાં 30 હજાર એચ.આઇ.વિ.ના દર્દીઓ નોંધાયા છે.

HIV

માત્ર મે મહિનામાં સિવિલમાં 5500 થી વધુ Hiv ના દર્દીઓ સારવાર હેઠળ

ચાલુ વર્ષની વાત કરીએ તો મે મહિનામાં સિવિલ હોસ્પિટલમાં આવેલા એચ.આઇ.વી ઓપીડીમાં 5500 કરતા વધુ દર્દીઓ નોંધાયા છે.સિવિલ હોસ્પિટલમાં એચ.આઇ.વિ ના દર્દીઓનો ઘસારો વધી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ ઓ.પી.ડી. માં દરરોજ 250 થી 300 એચ.આઇ.વી દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે. એક મહિનામાં 5500 દર્દીઓ એક્ટિવ કેર સારવાર લઈ રહ્યાં છે.

અત્યારે દર મહિને નોંધાતા દર્દીઓની વાત કરીએ તો મે મહિનામાં નોંધાયેલા આંકડા પ્રમાણે ટોટલ 5500 થી વધારે એચ.આઇ.વી.ના દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 3 હજાર થી વધુ વ્યવસ્ક પુરુષ, 2 હજારથી વધારે વયસ્ક મહિલાઓ, 260 થી વધારે બાળકો અને 100 જેટલાં ટાન્સઝેન્ડરને એચ.આઇ.વી. પોઝિટિવ હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ahmedabad civil

માતા-પિતા એચ.આઇ.વી ગ્રસ્ત હોવાના કારણે બાળકો પણ એચ.આઇ.વી ગ્રસ્ત

મહત્વની બાબત એ છે કે એચ.આઇ.વી.માં બાળકો અને ટ્રાન્સઝેન્ડરને થયો હોવાનો ચોકાવનારા આંકડાઓ સામે આવ્યાં છે. જે ગંભીર બાબત છે. બાળકોમાં વધુ પડતા કેસોમાં એચ.આઇ.વી જન્મજાત આવ્યો હોવાનું એટલે કે માતા અને પિતા એચ.આઇ.વી ગ્રસ્ત હોવાના કારણે બાળકોમાં પણ એચ.આઇ.વી જોવા મળ્યો છે. જો કે એચ.આઇ.વી ગ્રસ્ત બાળકો,ટાન્સઝેન્ડર અને અન્ય તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે. તમામ દર્દીઓને દરમહને ચેકઅપ અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં બોલાવવામાં આવી રહ્યાં છે.

corona

એચ.આઇ.વી ગ્રસ્ત લોકોને કોરોનાનો મોટો ખતરો

તબીબોના જણાવ્યા પ્રમાણે એચ.આઇ.વી ગ્રસ્ત થયેલા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ ઘટી જતી હોય છે જેના કારણે તેમને કોરોના થવાનો ખતરો વધુ રહેતો હોય છે.આમ લોકો કરતા એચ.આઇ.વી ગ્રસ્ત દર્દીઓએ કોરોના મહામારીમાં વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.એચ.આઇ.વી ગ્રસ્ત દર્દીઓ ઝડપથી વેક્સિન લે તે પણ અત્યંત જરૂરી છે જેથી તેવો કોરોના સામે રક્ષણ મેળવી શકે.સાથેજ એચ.આઇ.વી ગ્રસ્ત દર્દીઓએ માસ્ક અવશ્ય પહેરેલું રાખવું જોઈએ, સેનેટાઈઝ અને સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવે તો એચ.આઇ.વી ગ્રસ્ત દર્દીઓ કોરીનાથી બચી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

જ્ઞાનનું દાન/ એક હજાર વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયાર કરશે અમદાવાદના ડીસીપી રાજેશ ગઢિયા, 14 યુવાનોને PSI બનાવ્યા

Harshad Patel

ફફડાટ/ ત્રીજી લહેર આવી તો ક્રોનિક ડીસીઝવાળા બાળકોની હાલત થશે વધુ ગંભીર, તબીબો પણ મૂકાયા ચિંતામાં

Pritesh Mehta

રીઓપનિંગ તરફ ગુજરાત, બાગ બગીચા અને તળાવ જનતા માટે ખુલ્લા મુકવા ઉઠી રહી છે માંગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!