અમદાવાદમાં રવિવારે સ્મશાન ગૃહોમાં અંતિમ સંસ્કાર માટે લાઇનો જોવા મળી. અંતિમ સંસ્કાર માટે એક થી બે કલાક જેટલું વેઇટીંગ હતું. રવીવારે 2 વાગ્યા સુધીમા કોરોનાની ડેડબોડીવાન માટે ફાયર ખાતાને 6 કોલ મળ્યા હતા. તો બપોર બાદ તંત્ર દ્વારા અચાનક ડેડબોડી વાન કે જેમાં મૃતદેહોને લઇ જવામા આવે છે તેવી કોરાનાની 6 ડેડબોડી વાનમાંથી 5 ડેડબોડી વાનને 1200 બેડ સિવિલ ખાતે મોકલી દેવાનો આદેશ આપવામા આવ્યો
આ પ્રકારનો આદેશ આપવાનુ કારણ શું છે તે અંગે ચોક્કસ કહી શકાય નહીં પરંતુ ક્યાંકને ક્યાંક રવિવારે કોરોનાના મોતનો આંક વધુ હોય શકે અને આથી તંત્ર તેને છુપાવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેવી વાત નકારી શકાય નહીં. સુત્રોનું માનીએ તો રવિવારે કોરોના ડેડબોડી માટે કેટલા કોલ આવ્યા તેનો ચોક્કસ આંકડો મોડી રાતે મળી શકે. પરંતુ આ આકડો અન્ય દિવસો કરતા વધુ હોવાની શક્યતા સેવાઇ રહી છે. અમદાવાદ ફાયરખાતાને ડેડબોડી વાન માટે ગત સપ્તાહે મળેલા મળેલા કોલ પર નજર કરીએ તો,

તારીખ | કોલની સંખ્યા |
૨૩ | ૦૯ |
૨૪ | ૧૩ |
૨૫ | ૧૧ |
૨૬ | ૧૩ |
૨૭ | ૧૪ |
૨૮ | ૦૮ |
READ ALSO
- White Houseની નવી વેબસાઈટના સોર્સ કોડમાં ટેક્નિકલ ટીમે છુપાવેલ છે એક સિક્રેટ મેસેજ
- ટ્રિક/ ખોવાયેલા અથવા ચોરી થયેલા સ્માર્ટફોનને Google Mapsની મદદથી આ રીતે સરળતાથી શોધો
- ઉર્વશી રાઉતેલાએ ફ્લોન્ટ કર્યા સેક્સી કર્વ્સ, સોશ્યલ મીડિયા પર મચી ધમાલ
- અમદાવાદ/ ખાનપુરમાં ડિમોલિશનની કાર્યવાહીનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ
- 50 પૈસા વ્યાજે રૂપિયાની લાલચમાં સુરતીએ 8.42 લાખના દાગીના ગુમાવ્યા, 3 દિકરી, પત્ની અને ભત્રિજી દાગીના વિનાની થઈ ગઈ