GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

અમદાવાદ! સિવિલમાં મુખ્યમંત્રીએ લીધી CPRની ટ્રેનિંગ , કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું

કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે. જેથી તાત્કાલિક સારવાર કેવી રીતે મળે તે માટે CPR ટ્રેનીંગનું આયોજન કર્યું છે. જે ટ્રેનિંગ કાર્યક્રમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાયો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ છે કે વધુમાં વધુ કાર્યકરોને CPRની ટ્રેનીંગ આપીને જનતાને મદદ મળી શકે.

મુખ્યમંત્રીએ પણ આ CPR ટ્રેનિંગ લીધી

જો કે મુખ્યમંત્રીએ પણ આ CPR ટ્રેનિંગ લીધી હતી. ડોક્ટર સેલના કન્વિનર ધર્મેન્દ્ર ગજ્જે જણાવ્યું કે, પોસ્ટ કોવિડ ઇફેક્ટથી રાજ્યમાં ક્રિકેટ અને ગરબા રમતા યુવાનો અચાનક ઢળી પડે છે અને હાર્ટ એટેકથી મોત થાય છે. જેને અટકાવવા માટે ભાજપના તમામ કાર્યકર્તાઓને સીપીઆર ટ્રેનિંગ આપવામાં આવશે. તો આગામી દિવસોમાં પોલીસ શિક્ષકો યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓને પણ સીપીઆરની ટ્રેનિંગ વિશે માહિતી આપવામાં આવશે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં શહેર ભાજપના કાર્યકર્તાઓને તબીબો દ્વારા CPR ટ્રેનિંગ આપવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ સીપીઆર તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો..એનેસ્થેસિયા, 108ના કર્મીઓ અને કાર્ડિયાક નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટ, ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય  રીટા પટેલ, મેયર હિતેશ મકવાણા, ડે.મેયર પ્રેમલસિંહ ગોલ સહિત સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ ખાતે પણ ભાજપ દ્વારા કાર્યકર્તાઓને CPR ની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતુ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ભાજપના કાર્યકર્તા માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરાયું હતુ, હાર્ટએટેક આવે ત્યારે CPR કેવી રીતે આપવો તેની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમને  બે હાથ પ્રાણ રક્ષક સ્લોગન આપવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ભાજપના નેતા રત્નાકરજી ભાજપ મંત્રી ભાનુબેન બાબરીયા,,ધારાસભ્ય દર્શિતા શાહ,,રમેશ ટીલાળા સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

READ ALSO

Related posts

‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

Nakulsinh Gohil

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો

Nakulsinh Gohil

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu
GSTV