GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર: અમદાવાદ શહેરના હવામાનમાં આવ્યો પલ્ટો, શહેરના ઘણા વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા

Last Updated on May 16, 2021 by pratik shah

રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાના એલર્ટના પગલે વિવિધ જિલ્લામાં તેની અસર વર્તાઈ છે. વાવાઝોડાના કારણે કમોસમી વરસાદ પડ્યો છે. સુરત, સાપુતારા, વલસાડ અને બારડોલીમાં વરસાદ પડ્યો છે. તો ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં પણ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં વાતાવરણમાં પલટો પણ આવ્યો છે. બીજી તરફ અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ અચાનક પલ્ટો આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારેમાં વરસાદી ઝાપટા અને ભારે પવન પણ ફૂંકાયો છે. શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસવાથી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું અને કડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

તાઉ-તે વાવઝોડાની અસર અમદાવાદ શહેરમાં વર્તાઈ છે. સાંજે શહેરના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો.. શહેરના ઈસ્કોન ચાર રસ્તા, શિવરંજની, વેજલપુર, પાલડી, વાસણા, ખોખરા, અમરાઈવાડી અને હાટકેશ્વર વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદના કારણે શહેરીજનોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે.

તાઉ તે વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડ પર

  • તાઉ તે વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડ પર…
  • ફાયર બ્રિગેડની ટીમ સ્ટેન્ડ ટુ મોડ પર..
  • ફાયર બ્રિગેડ કર્મચારીઓની રજા રદ કરાઈ…
  • તેમજ કર્મચારીઓને હેડકવાટર્સ નહિ છોડવા આદેશ…
  • સાધનો સાથે વેહિકલ તૈયાર રાખવા પણ આદેશ…
  • સાથે જ હોસ્પિટલમાં ઇલેક્ટ્રિક સપ્લાય ચેક કરવા પણ કામગીરી ફાયર વિભાગને સોંપાઈ… વાવાઝોડાને લઈને હોસ્પિટલમાં ઇલેક્ટ્રિક સપ્લાય બંધ પડે અને કોરોના સહિત દર્દીના જીવ જોખમમાં ન મુકાય માટે ચેકીંગ ની કામગીરી સોંપાઈ
વરસાદ

અમદાવાદમાં પણ તાઉ-તે વાવાઝોડના પગલે ફાયર વિભાગને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ ફાયરના તમામ કર્મચારીઓની રજાઓ પણ રદ્દ કરવામાં આવી છે. તંત્ર દ્વારા તમામ કર્મચારીઓને હેડક્વાટર્સ ન છોડવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ કોરાની મહામારી વચ્ચે ફાયર વિભાગની 11 ટીમને 384 હોસ્પિટલમાં જનરેટર અને બેકઅપની તપાસની કામગીરી સોંપવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!