GSTV

લે લે સેલ્ફી લે લે રે…. શહેર પોલીસની ગંભીર બેદરકારી, ડીસીપ્લીન ફોર્સની મર્યાદા ઓળંગીને બોટની કરી સવારી

Last Updated on June 24, 2021 by pratik shah

ભગવાન જગન્નાથજીની જળયાત્રાના આયોજન દરમ્યાન શહેર પોલીસ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. અમદાવાદ શહેરના સાબરમતી નદીના ભુદરના આરા સહિત અન્ય સ્થળોએ હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા શિસ્તનો ભંગ કરવામાં આવ્યો.સામાન્ય રીતે પોલીસ વિભાગની નોકરી શિસ્ત અને ડિસિપ્લિન યુક્ત રહેતી હોય છે… પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓ આ વ્યાખ્યાને અમુક સમયે ભૂલી પણ જતા હોય છે અને આવો જ એક કિસ્સો આજે બન્યો છે ભગવાન જગન્નાથજીની પાવન રથયાત્રાના પહેલા નીકળનારી જળયાત્રા માં હાજર પોલીસ કર્મચારીઓ શિસ્ત અને અનુશાસનની વ્યાખ્યાને જાણે કે ઘોળીને પી ગયા હોય તેઓ સામે આવ્યું છે સાબરમતી નદીના ભુદર ના આરા જોડે આજે જળ યાત્રાની વિધિ કરવમાં અવાઈ હતી.

  • જળ યાત્રા સંદર્ભે શહેર પોલીસ વિભાગની ગંભીર બેદરકારી આવી સામે.
  • સાબરમતી નદીના ભુદરના આરા સ્થિત હાજર પોલીસ કર્મીઓની બેદરકારી અને શિસ્તના ભંગના દ્રશ્યો આવ્યા સામે
  • બંદોબસ્ત પૂર્ણ થતાં કેટલાક મહિલા પોલીસ કર્મીઓએ રિવરફ્રન્ટ પર મુકવામાં આવેલી રેસ્ક્યુ બોટની સવારી કરી.
  • પોલીસ યુનિફોર્મમાં કેટલીક મહિલા પોલીસ કર્મીઓએ બોટમાં સેલ્ફી લેતા નજરે ચઢ્યા
  • ડીસીપ્લીન ફોર્સની મર્યાદા ઓળગીને બોટની સવારી પણ કરી તથા પોલીસ યુનિફોર્મમાં બોટમાં બેસીને સેલ્ફીની પણ મજા મા

બંદોબસ્ત પૂર્ણ થતાં જ કેટલાક મહિલા પોલીસ કર્મચારીઓએ રિવરફ્રન્ટ પર મુકવામાં આવેલી રેસ્ક્યુ બોટની સવારી કરી. એટલું જ નહિં મહિલા પોલીસ કર્મીઓ બોટમાં સેલ્ફી લેતા પણ નજરે પડ્યા હતા. જેના કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

જળયાત્રાની વિધિ પૂર્ણ થઈ ગયા બાદ ત્યાં હાજર કેટલાક મહિલા પોલીસ કર્મીઓએ પોલીસ યુનિફોર્મમાં બોટની અંદર સવારી પણ કરી સાથોસાથ સેલ્ફીઓ પણ પડાવી. સમાજ માટે પોલીસ વિભાગ એક ઉદાહરણરૂપ બનતો હોય છે પરંતુ ઘણાખરા પોલીસ કર્મચારીઓ વર્તનના લીધે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટની આબરૂ ખરડાઈ છે આજે જળયાત્રા પૂર્વે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જળયાત્રા તો પતી ગઈ પરંતુ ત્યાં હાજર કેટલીક મહિલા પોલીસ કર્મચારીઓએ રિવરફ્રન્ટ ખાતે મૂકવામાં આવેલી રેસ્ક્યુ બોટ ની સવારી લીધી તેમજ તેજ બોટમાં બેસીને ફોટોગ્રાફી પણ કરી ઉલ્લેખનીય છે કે ઉચ્ચ અધિકારીઓ હાજર હોય ત્યાં સુધી નાના પોલીસ કર્મીઓ શિસ્ત અને અનુશાસનમાં રહેતા હોય છે પરંતું ઉચ્ચ અધિકારીઓના સ્થળ પરથી ગયા બાદ આવા કેટલાક પોલીસ કર્મીઓ ખાખીની લાજ પણ નથી રાખતાં તે વાત આજે સાબિત થઈ ગઈ છે. અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા રિવરફ્રન્ટ ખાતે રેસ્ક્યુ બોટ મૂકવામાં આવી છે.

આમ તો સામાન્ય રીતે આ રેસ્ક્યુ બોટ ની કામગીરી સાબરમતી રિવરફ્રન્ટ નદીમાં કોઇ આપઘાત કરે છે તો તેને બચાવવા માટે આ બોટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે પરંતુ ક્યારેક ખાખી ના દમ ઉપર આ રેસ્ક્યુ બોટ નો સેલ્ફીઓ પાડવા પણ ઉપયોગ કરાય છે ભૂતકાળમાં પણ પોલીસ યુનિફોર્મમાં અલગ-અલગ વિડિયો બનાવનાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવી ચુક્યા છે.

સાબરમતી નદીના કિનારે આવેલ ભુદર ના મારે ફરજ ઉપર હાજર પોલીસ કર્મચારીઓએ પોતાનો બંદોબસ્ત હતો ફરજના ભાગરૂપે નિભાવ્યો પરંતુ એ બંદોબસ્ત પૂર્ણ થતા પોતાની અંગત જિંદગીની કેટલીક પળો પણ માણી, પરંતુ આ પોલીસ કર્મચારીઓ પોતાનું ભાન ભૂલી ગયા અને પોલીસ યુનિફોર્મ સેલ્ફી ઓ અને ફોટા બનાવવાનું શરૂ કરી દીધું સામાન્ય રીતે પોલીસ ની ટ્રેનિંગ દરમિયાન તેમને શીખવવામાં આવે છે કે તેઓની નોકરી 24 કલાકની હોય છે અને જ્યારે પણ યુનિફોર્મ પહેરેલો હોય ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ અને યુનિફોર્મની ગરિમા જળવાય તેવું જ વર્તન હમેંશા કરવું પણ કદાચ આ નિયમને આજે જળયાત્રામાં હાજર પોલીસકર્મચારીઓ ભૂલી ગયા હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે.

READ ALSO

Related posts

એનિમલ એક્સચેન્જ: રાજકોટ ઝૂમાંથી સફેદ વાઘ સુરત લવાયો, નૅચર પાર્કમાં સિલ્વર કબૂતરની જોડી પણ આવશે

Pravin Makwana

અટકળો/ તાનાશાહ કિમ જોંગ ફરી બિમાર, 20 કિલો વજન ઘટવાની સાથે નવી બહાર આવેલી તસવીરોથી કોરિયામાં ચિંતાનો માહોલ

Harshad Patel

નગરપાલિકા કે નરકપાલિકા: ભાજપ શાસિત આ પાલિકામાં ભાજપના સભ્યોએ એક પછી એક ફરિયાદોનો ખડકલો કર્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!