GSTV

બેદરકારી/ અમદાવાદ શહેરના ઐતિહાસિક વિસ્તાર સાથે મજાક, માણેકચોક રિડેવલપમેન્ટ પ્રોજેકટ અભરાઈએ ચડ્યો

અમદાવાદ શહેરની સ્થાપના સમયે જે વિસ્તારની ખુદ સુલતાન અહમદશાહ બાદશાહે નોંધ લેવાની ફરજ પડી હતી.એવા આ શહેરના ઐતિહાસિક વિસ્તાર એવા માણેકચોકના રિડેવલપમેન્ટ પ્રોજેકટના ઓઠા હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હેરિટેજ ટ્રસ્ટ સહીત ચૂંટાયેલા પ્રતિનિધિઓએ અંદાજે એક કરોડ રૃપિયાનો ખર્ચ કરી આ પ્રોજેકટને અભેરાઈ ઉપર મુકી દીધો છે.

એક કરોડ રૃપિયાનો ખર્ચ કરી આ પ્રોજેકટને અભેરાઈ ઉપર મુકી દીધો

નોંધપાત્ર બાબત એ છે કે,વર્ષ-૨૦૧૭ના જૂલાઈ મહિનામાં અમદાવાદ શહેરને જે વૈશ્વિક હેરીટેજ શહેરનો દરજ્જો આપવામાં આવ્યો હતો.એ સ્થળ અને વિસ્તારોમાં માણેકચોક વિસ્તારનું પ્રદાન ખુબ વિશેષ હતું. આવા માણેકચોક વિસ્તારના રીડેવલપમેન્ટ પ્રોજેકટને અભેરાઈ ઉપર મુકનારા મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કોમર્શિયલ વિસ્તારમાં ફેરવી નાંખ્યો હોવાનું સ્થાનિક રહીશો ખુલ્લેઆમ કહી રહ્યા છે. પરંતુ તંત્ર કે સત્તામાં બેઠેલા જાડી ચામડીના બની ગયેલા લોકો ઉપર એની કોઈ અસર દેખાતી નથી.

તંત્ર કે સત્તામાં બેઠેલા જાડી ચામડીના બની ગયેલા લોકો ઉપર એની કોઈ અસર દેખાતી નથી

અમદાવાદ શહેરની સ્થાપના કરવાનો વિચાર બાદશાહ અહેમદશાહે ૧૪૧૧માં કર્યો હતો. એ સમયના ઈતિહાસની નોંધ મુજબ,બનતુ એવું કે,બાદશાહ એ સમયે શહેરને ફરતે કોટ તૈયાર કરાવતા હતા.કોટ બનાવવાની કામગીરી થાય એ સામે બીજા દિવસે એ બનાવેલા કોટના કાંગરા ખરી પડતા હતા. આ સાંભળી બાદશાહને નવાઈ લાગી. તેમણે સૈનિકો મારફતે તપાસ કરાવી તો જેમના નામ સાથે આજે માણેકચોક વિસ્તાર જાણીતું છે એવા માણેકનાથ બાવા ગોદડી સિવતા એ સાથે આ કોટના કાંગરા ખરી પડતા હતા.બાદમાં અહેમદશાહે માણેકનાથ બાવાને કેટલાક અભય વચન આપ્યા બાદ બાદશાહના માણસો અમદાવાદ શહેરને ફરતે કોટ બનાવવામાં સફળ થયા હતા. આજે પણ આ કોટના કેટલાક અંશો અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે.

કોટના કેટલાક અંશો અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા

અમદાવાદ શહેરને વૈશ્વિક સ્તરે હેરીટેજ શહેર જાહેર કરવામાં આવે એ માટેના પ્રયાસો આમ તો છેક વર્ષ-૧૯૯૭-૯૮થી એ સમયના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર કેશવ વર્માએ શરુ કર્યા હતા.એમના પ્રયાસોથી જ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેરીટેજ નામનો આખો વિભાગ ચાલી રહ્યો છે. વર્ષ-૨૦૧૪માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુનેસ્કોમાં અમદાવાદ હેરીટેજ શહેર માટે નોમિનેટ થાય એ માટે ડોઝિયર તૈયાર કરીને મોકલવામાં આવ્યુ હતું. બાદમાં મેયર તરીકે આવેલા પૂર્વ મેયર ગૌતમ શાહના પ્રદાનને પણ યાદ કરવું પડે. એમના પ્રયાસોથી હેરિટેજ ટ્રસ્ટની રચના થઈ શકી. ઉપરાંત અમદાવાદમાં આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા રક્ષિત જાહેર કરવામાં આવેલાં ૨૭ હેરીટેજ મોન્યુમેન્ટની સાથે સંકળાયેલા માણેકચોકના રિડેવલપમેન્ટના પ્રોજેકટની પણ કામગીરી શરુ કરાવાઈ હતી.

યુનેસ્કોમાં અમદાવાદ હેરીટેજ શહેર માટે નોમિનેટ થાય એ માટે ડોઝિયર તૈયાર કરીને મોકલવામાં આવ્યુ

પૂર્વ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિલીપ ગોર, હેરિટેજ વિભાગના થોડા સમય પહેલા અવસાન પામેલા વાસુદેવન નાયર વગેરેની કમિટી દ્વારા વર્ષ-૨૦૧૪માં માણેકચોકના રિડેવલપમેન્ટ અંગે સર્વે કરાવવામાં આવ્યો હતો. ૭ ફેબુ્રઆરી-૨૦૧૪ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, હેરિટેજ વિભાગે વર્લ્ડ રિસોર્સીસ ઈન્સ્ટીટયુટ સાથે ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કીંગ ચેલેન્જના મથાળા હેઠળ એક એમ.ઓ.યુ.પણ કર્યું હતું.ઔડા દ્વારા અમદાવાદ શહેરનો જે રિવાઈઝ ડેવલપમેન્ટ ડ્રાફટ પ્લાન-૨૦૨૧ મંજુર કર્યો હતો. આ પ્લાનમાં પણ માણેકચોક વિસ્તારના રિડેવલપમેન્ટ પ્રોજેકટ ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો.

માણેકચોકની મહત્તા કયા કારણથી?

અમદાવાદ શહેરને જે વૈશ્વિક હેરિટેજ શહેરનો દરજ્જો યુનેસ્કો દ્વારા ચાર વર્ષ અગાઉ આપવામાં આવ્યો છે એમાં માણેકચોકની મહત્તા સવિશેષ એટલા માટે છે કેમકે આ વિસ્તારમાં બાદશાહ અને રાણી બંનેની યાદો સંકળાયેલી છે. અહીં બાદશાહ અને રાણી બંનેની મજાર આવેલી છે. જયાં રોજ અનેક હીંદુ અને મુસ્લિમ શ્રધ્ધાળુઓ પહેલા માથુ ટેકાવ્યા બાદ જ પોતાના વ્યવસાયની શરૃઆત કરે છે. એથી આગળ શહેરની રચના સમયે જેમની આધ્યાત્મિકતાનો અનુભવ સ્વંય અહેમદશાહ બાદશાહે કર્યો હતો એવા માણેકનાથ બાવાનું મંદિર આવેલું છે. ત્યાં પણ શ્રધ્ધાળુઓ દર્શન કરવા પહોંચે છે.ઉપરાંત નજીકમાં જ જામા મસ્જિદ પણ આવેલી છે.’

ઈચ્છાશકિતના અભાવે માણેકચોકની ભુંસાઈ રહેલી ઓળખ

સ્થાનિક રહીશો અને ઈતિહાસવિદ્દોના કહેવા પ્રમાણે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ એસ્ટેટ અને ટીડીઓ વિભાગના ઈન્સપેકટરોથી લઈ અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરોએ આ વિસ્તારમાં જુના મકાનો દબાણપૂર્વક તોડાવી પડાવતા આજે આ વિસ્તાર તેની મુળ ઓળખ ગુમાવી રહ્યો છે. ઐતિહાસિક માણેકચોક કોમર્શિયલ વિસ્તારમાં ફેરવાઈ ગયું છે. મુળ તો ગેરકાયદેસર બાંધકામમાંથી તગડા હપ્તા મેળવતા અધિકારીઓ અને રાજકારણીઓમાં ઈચ્છાશકિતના અભાવે પૂર્વ મેયરના પ્રયાસોથી શરૃ કરાયેલો માણેકચોક રિડેવલપમેન્ટ પ્રોજેકટ આજે અભેરાઈ ઉપર મુકાઈ ગયો છે.

READ ALSO

Related posts

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana

સરકારી નોકરી/ રેલવેમાં 2500 પદ પર નીકળી ભરતી, મળશે બમ્પર સેલરી, અહીંયા જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!