અમદાવાદ શહેરમાં ગુરુવારે દૈનિક કેસમાં ૨૫ કેસનો સામાન્ય ઘટાડો નોંધાતા ગુરુવારે કોરોનાના નવા ૧૮૨ કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતુ.૧૧૩ દર્દી કોરોનામુકત થયા હતા.જોધપુર અને થલતેજ વોર્ડમાં વીસથી વધુ જયારે નવરંગપુરા અને ચાંદલોડીયા વોર્ડમાં પંદર-પંદર કેસ નોંધાયા હતા.હાલમાં કોરોનાના ૮૦૦ એકટિવ કેસ છે.

જુન મહિનાના આરંભથી શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.૨૨ જુને ૨૦૭ કેસ નોંધાયા બાદ ગુરુવારે નવા કેસની સંખ્યામાં સામાન્ય ઘટાડો થવા પામ્યો હતો.નદીપાર આવેલા જોધપુર ઉપરાંત બોડકદેવ,થલતેજ,નવરંગપુરા,પાલડી તેમજ ચાંદખેડા અને ચાંદલોડીયા વોર્ડમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે.

જોધપુર અને થલતેજ વોર્ડમાં કોરોનાના અનુક્રમે બાવીસ-બાવીસ કેસ નોંધાયા હતા.બોડકદેવ ઉપરાંત નવરંગપુરા, ચાંદખેડા અને ચાંદલોડીયા વોર્ડમાં અનુક્રમે પંદર-પંદર કેસ નોંધાયા હતા.મ્યુનિ.સંચાલિત એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના કુલ પાંચ દર્દી સારવાર હેઠળ છે.આ પૈકી ચાર દર્દી વોર્ડમાં અને એક દર્દી ઓકિસજન ઉપર સારવાર લઈ રહ્યા છે.
શહેરના મધ્યઝોનમાં કોરોનાના હાલમાં કુલ સત્તર એકિટવ કેસ છે.જયારે દક્ષિણ ઝોનના મણિનગર,વટવા સહિતના વિસ્તારમાં ગુરુવારે કોરોનાના નવા ૧૧ કેસ નોંધાયા હતા.દક્ષિણ ઝોનમાં કોરોનાના હાલમાં અંદાજે પચાસ એકટિવ કેસ છે.
READ ALSO
- મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું
- મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો
- BIG BREAKING / સુપ્રીમકોર્ટે ફ્લોર ટેસ્ટ પર નિર્ણય સુરક્ષિત રાખ્યો, ટૂંક સમયમાં મહત્વનો ચુકાદો આપશે
- મહારાષ્ટ્રના સત્તા સંઘર્ષમાં અમિત શાહની એન્ટ્રી : ભાજપ હવે ઉદ્ધવ સરકારને ઉથલાવી દેશે