GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

અમદાવાદીઓ હવે ચિંતાજનક સ્થિતિ! હોસ્પિટલોમાં OXYGEN-ICU બેડમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, બે સંક્રમિતોના મોત

અમદાવાદમાં શનિવારે કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ રવિવારે પુરા થયેલા 24 કલાકમાં કોરોનાના 643 કેસ વધવાની સાથે નવા 3264 કેસ નોંધાયા હતા.શનિવારે કોરોના સંક્રમિત બે દર્દીના મોત થયા હતા.2474 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એસ.વી.પી.હોસ્પિટલમાં કોરોનાના 73 દર્દી સારવાર હેઠળ છે. 73 દર્દી પૈકી 23 દર્દી ઓકિસજન અને આઈસીયુમાં સારવાર હેઠળ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.કોરોનાના વધી રહેલા કેસની સાથે હોસ્પિટલમાં ઓકિસજન-આઈસીયુ બેડ ઉપર સારવાર લઈ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થવા પામ્યો છે.

15 જાન્યુઆરીએ શહેરમાં કોરોનાના 2621 કેસ અને બે દર્દીના મોત નોંધાયા હતા.16 જાન્યુઆરીએ કેસમાં વધારો થવાની સાથે વધુ બે  કોરોના સંક્રમિત દર્દીના મોત થયા હતા.1 ડીસેમ્બરથી 16 જાન્યુઆરી-2022 સુધીમાં અમદાવાદ શહેરમાં કોરોનાના 45,060 કેસ નોંધાવા પામ્યા હતા.1 ડીસેમ્બરથી 16 જાન્યુઆરી -2022 સુધીમાં 15,544 દર્દી કોરોનામુકત થયા હતા.

શહેરમાં 15 જાન્યુઆરી અને 16 જાન્યુઆરી એમ બે દિવસ દરમ્યાન કોરોના સંક્રમિત અનુક્રમે બે-બે દર્દીના મોત થતા માર્ચ-2020થી 16 જાન્યુઆરી-2022 સુધીમાં કુલ 3416 કોરોના સંક્રમિત દર્દીના મોત થવા પામ્યા છે. માર્ચ-2020થી શરૂ થયેલા કોરોના મહામારીના સમય બાદ અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના કુલ 2,69,247 કેસ નોંધાવા પામ્યા છે.

કોરોના

માર્ચ-2020થી 16 જાન્યુઆરી-2022 સુધીમાં 2,45,798 લોકો કોરોના સંક્રમણથી મુકત થયા હતા. શહેરમાં  કોરોનાના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.આમ છતાં રવિવારે શહેરના ગુર્જરી બજાર ઉપરાંત ભદ્ર અને ત્રણ દરવાજા વિસ્તારમાં આવેલા પાથરણાં બજારમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડયા હતા.

સોશિયલ ડિસ્ટન્સ જળવાયુ નહોતું.મોટાભાગના લોકો માસ્ક પહેર્યા વગર જ ફરતા જોવા મળ્યા હતા.મ્યુનિ.ના તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી રવિવારે 12660 લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.2940 લોકોને રસીનો પહેલો ડોઝ,6334 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.3386 લોકોને પ્રિકોશન ડોઝ અને 15થી 18 વયના 1243 બાળકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.

IIMAમાં કોરોનાના વધુ 12 કેસ :55 એકટિવ કેસ

આઈઆઈએમ અમદાવાદમાં કોરોનાના વધુ 12 કેસ નોધાયા છે.15 જાન્યુઆરી અને 16 જાન્યુઆરી દરમિયાન બે દિવસમાં કોરોનાના 32 આરટીપીસીઆર ટેસ્ટ કરવામા આવ્યા હતા.જેમાં 12 પોઝિટિવ આવ્યા છે.છેલ્લા કેટલાક દિવસોમાં ઈન્સ્ટિટયુટમાં નોંધાયેલા નવા કેસ સાથે હાલ આઈઆઈએમ-એમાં 55 એકટિવ કેસ છે.જેમાં 35 વિદ્યાર્થીઓ છે અને 3 ફેકલ્ટી મેમ્બર છે. 

micro containment zones in Ahmedabad

માઈક્રોકન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવેલા નવા સ્થળ

અમદાવાદ શહેરમાં 157 સ્થળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા હતા.રવિવારે 14 સ્થળમાંથી નિયંત્રણ દુર કરી નવા ચાર સંક્રમિત સ્થળ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવતા 147 સ્થળ એકિટવ માઈક્રોકન્ટેઈન્મેન્ટ હેઠળ આવરીલેવામાં આવ્યા છે.રવિવારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સનવિલા બંગલોઝ, થલતેજ, અર્જુન એકઝોટીકા,ઘાટલોડીયા,દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ઓર્ચિડ હાઈટસ,બોપલ અને ધનંજય ટાવર,સો ફુટ રીંગ રોડના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.

અમદાવાદની હોસ્પિટલોમાં કોરોનાના 245 દર્દી

અમદાવાદની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓનો આંક હવે 245 થઇ ગયો છે. જેમાં ખાનગી હોસ્પિટલોમાં 192, સિવિલ હોસ્પિટલમાં 51 અને એસવીપીમાં 12 દર્દીનો સમાવેશ થાય છે. અમદાવાદમાં હાલ 21648 એક્ટિવ કેસ છે. આમ, હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દીઓ હજુ 1.15% છે. 

એક સપ્તાહ અગાઉ એસવીપીમાં 40, સિવિલમાં 27 જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 119 એમ કુલ 186 દર્દીઓ હતા. આમ, છેલ્લા 7 દિવસમાં હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. 

READ ALSO

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV