અમદાવાદ શહેરની કેનાલોની કાયાપલટાશે, મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ શહેરમાં આવેલી વર્ષો જુની પૂર્વ વિસ્તારની ખારીકટ કેનાલ અને પશ્ચિમની ગોતા-ગોધાવી કેનાલ બંધ કરી ડેવલપમેન્ટ કરવાનો મહાપાલિકાએ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ગોતા-ગોધાવી કેનાલનું અંદાજે 10 કિલોમીટર જેટલું બાકી રહેલું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે રૂપિયા 150 કરોડના પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.

ગંદકી દૂર કરવા સૂચના આપવામાં આવી
આ સાથે ખારી કટ કેનાલમાં જ્યાં કામગીરી હજુ ચાલુ થઈ નથી ત્યાં ગંદકી જોવા મળે છે ત્યારે આ ગંદકી દૂર કરવા સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં કોર્પોરેશનના મશીનરી નો ઉપયોગ કરીને આ ગંદકી દૂર કરાશે.
READ ALSO
- Sam Bahadur Screening દરમિયાન સિતારાઓનો મેળો જામ્યો, રેખાએ પોતાના ચાર્મથી કેટરિના-અનન્યાને ફિક્કા પાડ્યા
- ‘ભારતે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે…’ અમેરિકાના દાવા બાદ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનું મોટું નિવેદન
- અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કિસિંજરનું નિધન, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વિવાદાસ્પદ રહી હતી ભૂમિકા
- ભાગ્યશાળી લોકોના શરીરની આ જગ્યાઓ પર તલ હોય છે, તેઓ અચાનક બની જાય છે ધનવાન
- શિયાળામાં આદુનો હલવો ખાવાથી મળે છે આ 5 સ્વાસ્થ્ય લાભ, આજે જ આહારમાં કરો સામેલ