GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

અમદાવાદ/ બાપુનગરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા, સુપરવાઈઝર રૂ.૧૫ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

અમદાવાદ શહેરના બાપુનગરમાંથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. જેમાં શહેરના બાપુનગરની ઈએસઆઈસી મોર્ડન જનરલ હોસ્પિટલનો સુપરવાઈઝર રૂ.૧૫ હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. મંગળવારે એસીબીએ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. આરોપીએ ફરિયાદીને હાઉસકીપીંગના કામ પર રાખવા અને બીજા વિભાગમાં બદલી ના કરવા માટે લાંચ માંગી હતી.  

હાઉસકીપીંગ ખાતે કામ પર રાખવા અને બીજા વિભાગમાં ના બદલવા લાંચ માંગી

બાપુનગર ખાતે આવેલી ઈએસઆઈસીની હોસ્પિટલમાં કોન્ટ્રેક્ટ પર કામ કરતા ફરિયાદી પાસે સુપરવાઈઝર અશોકભાઈ સદાભાઈ પરમારે રૂ.૧૫ હજારની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીને હાઉસકીપીંગના કામ પર રાખવા અને બીજા વિભાગમાં ના બદલવા માટે આરોપીએ લાંચની માંગણી કરી હતી.

એસીબીને ફરિયાદ કરી

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ના હોવાથી તેઓએ આ બાબતે એસીબીને ફરિયાદ કરી હતી. એસીબીએ લાંચનું છટકું ગોઠવીને આરોપી અશોક પરમારને બાપુનગર ઈએસઆઈસીની મોર્ડન જનરલ હોસ્પિટલમાં લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો હતો. પોલીસે આરોપીને અટકમાં લઈને પૂછપરછ હાથ ધરી છે.

READ ALSO

Related posts

અયોધ્યા રામ મંદિર જનારા મુસાફરો માટે ખાસ તૈયારીઓ, જાન્યુઆરીમાં 100 સ્પેશિયલ ટ્રેનો શરૂ થશે

Rajat Sultan

માત્ર એક સભ્યથી ચાલતા ગુજરાતના OBC કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો

Nakulsinh Gohil

સુરત/ ઉનમાં ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી, ફાયરબ્રિગેડની 5 ગાડીઓએ મેળવ્યો કાબુ

Pankaj Ramani
GSTV