અમદાવાદના બોપલ કસ્ટોડિયલ ડેથ મામલે તપાસ CID ક્રાઇમને સોંપવામાં આવી

અમદાવાદના બોપલ કસ્ટોડિયલ ડેથ મામલે તપાસ CID ક્રાઇમને સોંપવામાં આવી છે. પીડિત પરિવારે હાઇકોર્ટમાં CID ક્રાઇમને તપાસ સોંપવા પિટિશન કરી હતી. હાઇકોર્ટે પરિવારજનોની માંગને માન્ય રાખતા CIDને તપાસ સોંપવાનો હુકમ કર્યો હતો. અગાઉ અમદાવાદ ગ્રામ્યના DYSP કે.ટી.કામરીયા પાસે તપાસ હતી. ચોરીના કેસમાં સુરુભા ઝાલાની 14મી ઓક્ટોબરે LCB દ્વારા આરોપી ધરપકડ કરવામાં આવી હતી. કસ્ટડીમાં આરોપીના મોત નિપજવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. પીએસઆઈ અને બે કોન્સ્ટેબલની સામે 302ની ફરિયાદ થઈ હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter