GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

કોરોનાની ત્રીજી લહેરને લઇ તંત્ર એલર્ટ / અમદાવાદમાં બાળકોનો કરાયો સર્વે, હાઈ રિસ્કવાળા બાળકોનો ચોંકાવનારો આંક

કોરોના

અમદાવાદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના ત્રીજી લહેરને પહોચી વળવા માટે કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જેમાં ત્રીજી લહેર માં બાળકો કોરોનાનો શિકાર બની શકે છે આવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેથી ૦થી ૫ વર્ષના બાળકોનો સર્વે ગત ૭થી ૨૧ તારીખ દરમિયાન આશા વર્કર અને આંગણવાડીની બહેનો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૧ લાખ 59 હજાર ૫૭૨ બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી ૧૦૬૮ બાળકો હાઈ રિસ્ક વાળા હોવાના ચોકાવનારા આંકડા સામે આવ્યા છે.

1068 બાળકો હાઈ રિસ્કવાળા ડિટેકટ થયાં. જેમાં અતિ કુપોષણ વાળા 225, કુપોષિત 536 રદયની તકલીફ, ડાયાબીટીસ બ્લડ પ્રોબ્લેમ કેન્સર જેવા ગંભીર બીમારીવાળા 307 અને જન્મથી અલગ અલગ પ્રકારની ગંભીર તકલીફ વાળા 218 બાળક હોવાનું સામે આવ્યું છે. આ તમામ બાળકોની વિગતો મેળવી લેવામાં આવી છે જેને આગામી સમયમાં જે તે સ્થળ પર ના આરોગ્ય સેન્ટર પર તપાસ કરવામાં આવશે.

મેડીકલ ઓફિસરની તપાસમાં જે બાળકોને જે પ્રકારની સારવારની જરૂર હશે એ તમામને સોલા સિવિલ ખાતે સારવાર માટે ખસેડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જો કોરોનાની ત્રીજી લહેર આવે તો આ તમામ બાળકોને સતત ટ્રેક કરવામાં આવશે જેથી તે બાળકોને કોરોના સંક્રમણથી બચાવી શકાય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

મુંબઈ / દશેરાએ શિવસેનાનાં બન્ને જૂથ કરશે શક્તિપ્રદર્શન, હાઈકોર્ટે આ મામલે કરી ટીકા

Hemal Vegda

અમિત શાહ ફરી એકવાર મિશન કાશ્મીર પર થયા સક્રિય, આ સમુદાયના લોકો માટે કરી શકે છે મોટી જાહેરાત

Hemal Vegda

ક્રાઇમ / આચાર્યએ ઠપકો આપ્યો તો વિદ્યાર્થીએ મારી દીધી ત્રણ ગોળીઓ, જુઓ વિડીયો

Hemal Vegda
GSTV