અમદાવાદમાં ટ્રાફિક પોલીસ આડેધડ પાર્ક કરેલા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી રહી છે ત્યારે ચાંદખેડામાં ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરેલી કારના વ્હિલને પોલીસે લોક માર્યું હતું. જે લોક તોડીને ડ્રાઇવર કાર લઇને જતો રહ્યો હતો. આ ઘટના અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોધીને કારના નંબર આધારે વાહન માલિકની શોધખોળ હાથ ધરી છે.

એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હે.કોન્સ્ટેબલ ધનંજયભાઇએ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે, ગઇકાલે સવારે વિસત પેટ્રોલ પંપથી ગાંધીનગર તરફ જવાના રસ્તા પર વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે પીવીઆર સિનેમા સામે સર્વિર રોડ પર નો પાર્કિગ ઝોનમાં પાંચ કાર પાર્ક કરેલી હતી. પોલીસે પાંચેય કારના વ્હીલને લોક માર્યા હતા. જો કે ચાર વાહન ચાલકો દંડ ભરીને વાહન લઇ ગયા હતા.
જ્યારે આઇ-૨૦ કારના ચાલક હાજર નહી હોવાથી ફરિયાદી કારના કાચ પર મોબાઇલ નંબર લખેલી ચિઠ્ઠી લગાડીને ગયા હતા. થોડીવારમાં પરત આવ્યા ત્યારે કારના ડ્રાઇવર સરકારી લોક સાથે ગાડી લઇને જતા રહ્યા હતા. જેથી પોલીસે કાર નંબર આધારે વાહન માલિકની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે, એક સપ્તાહ અગાઉ પણ ચાંદખેડામાં લોક સાથે કાર લઇ જવાનો કિસ્સો બન્યો હતો.
Read Also
- ભાવનગર/ શેત્રુંજી ડેમનું પાણી પિયત માટે છોડતા ખેડૂતો હરખાયા, મુરજાતી મોલાતને મળ્યું જીવનદાન
- દેશની આ સૌથી મોટી ખાનગી બેંક પર લાગ્યો 1 કરોડનો દંડ, જાણો શું છે મામલો
- ક્યાં ફરિયાદ કરવી/ ઉત્તર પ્રદેશમાં પોલીસ જ લૂંટારું ટોળકી નીકળી : PSI સહિત 4 પોલીસ કોન્સ્ટેબલે કરી 35 લાખની લૂંટ
- સુરેન્દ્રનગર/ પાટડી આશાવર્કર બહેનોની વિવિધ માગણીને લઈને તંત્રને કરી રજૂઆત, થઈ રહ્યુ છે આર્થિક શોષણ
- અનશન પર ઉતરવાની ચીમકી/ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારીઓની ભરતીમાં મોટા ભ્રષ્ટાચારની આવી રહી છે ગંધ