અમદાવાદમાં સી ફોર્મ રિન્યુલ ન થવા મુદ્દે ડોક્ટર દ્વારા રેલી અને ધરણાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રેલીમાં 400થી વધુ ખાનગી હોસ્પિટલના તબીબ સામેલ થઈ રહ્યા છે. જેથી આજે અને કાલે એમ બે દિવસ ઓપીડી, પ્લાન કરેલી સર્જરી અને અન્ય સેવાઓ પણ બંધ રહેશે. આ રેલી વલ્લભસદનથી રિવફ્રન્ટ હાઉસ સુધી યોજાઈ રહી છે. અને સી ફોર્મ રેન્યુલ મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવામાં આવશે.

હડતાળ દરમિયાન ડોક્ટર્સ મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ ખાતે એકત્રિત થઈને ધારણા પ્રદર્શન કરશે અને ‘ફૂથપાથ ઓપીડી’ જેવા કાર્યક્રમો કરશે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશન (AHNA) દ્વારા ફોર્મ ‘સી’ રીન્યુ કરવામાં પડી રહેલી મુશ્કેલીના પગલે હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે.
એકસાથે શહેરની આશરે 400થી 450 હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમના રજિસ્ટ્રેશન (ફોર્મ ‘સી’) ન થયા હોવાથી તેને તાળા મારવાની નોબત આવી છે.

આહનાના સેક્રેટરી ડો. વિરેન શાહે જણાવ્યું કે, સન 1949થી છેક 2021 સુધી આમાની હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સે રજિસ્ટ્રેશન માટેના તમામ જરૂરી દસ્તાવેજો આપેલા છે અને તેમનું ‘સી’ ફોર્મ સમયાંતરે રીન્યુ કરી આપવામાં આવેલું છે. ત્યાર બાદ 2021ના ઓક્ટોબર મહિનાથી ‘સી’ ફોર્મ રીન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમિશન ફરજિયાત કરી દેવાતાં આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.
Read Also
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ