GSTV
Home » News » કારતક સુદ એકમ એટલે નૂતન વર્ષ, ગુજરાતભરમાં નવા વર્ષની ઉજવણી

કારતક સુદ એકમ એટલે નૂતન વર્ષ, ગુજરાતભરમાં નવા વર્ષની ઉજવણી

કારતક સુદ એકમ એટલે નૂતન વર્ષ. આજથી વિક્રમ સંવત 2075ની શરૂઆત થઈ છે. નવા વર્ષને ઇશ્વરની પ્રાર્થના સાથે આવકારવાથી આવનારું વર્ષ ફળદાયી બની રહે છે. ત્યારે બેસતા વર્ષના દિવસે મંગળ પ્રભાતે દિપાવલી પૂજા પ્રયોગમાં તેલ અને ઘીના દિવા કરાય છે. કંકુના સાથિયા કરીને પૂજા કરાય છે યથા શકિત મંત્રજાપ કરીને લાપસી કંસારનું નૈવેદ્ય ધરાવાય છે. આરતી કરીને બાદમાં ગણેશજી, કુળદેવી, લક્ષ્મીજીને હૃદયપૂર્વક પ્રાર્થના કરાય છે.

આજે ગુજરાતભરમાં વિક્રમ સંવત મુજબ નવા વર્ષની ઉજવણી થઈ રહી છે. ત્યારે સીએમ વિજય રૂપાણીએ પણ દેવદર્શન કરીને નવાવર્ષની શરૂઆત કરી. સીએમ વિજય રૂપાણી પત્ની અંજલી રૂપાણી સાથે ગાંધીનગર ખાતેના પંચદેવે મંદિર પહોંચ્યા હતા.અને ત્યાં તેઓએ મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચના કરી. તેમજ તમામ ગુજરાતીઓને નૂતનવર્ષાભિનંદન પાઠવ્યા હતા અને ગુજરાતીઓને નવા વર્ષના રામ રામ કહ્યા હતા.તેઓએ રાજ્યના સુખાકારી માટે પ્રાર્થના કરી. તો સાથે જ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગરીબ, શોષિત, પીડીત, મહિલા, દલિત સૌ કોઈ માટે કામ થઈ રહ્યુ છે. ત્યારે આગામી ચુંટણીમાં પણ પાર્ટી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી જીતે તેવી પ્રાર્થના કરી.

Related posts

મોદી અને અમિત શાહે લીધા અડવાણીના આશિર્વાદ, અડવાણીએ કહ્યું, ‘દિલથી શુભકામના’

Mayur

મમતાના ખાસ આઈપીએસ રાજીવ કુમારને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો

Mayur

ગુજરાતના જીતેલા ભાજપના સાંસદો આજે નીકળશે દિલ્હી જવા

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!