GSTV

અમદાવાદ/ છેલ્લા 24 કલાકમાં બીયુ પરમીશન વગર 259 યુનિટ સીલ કરાયા સીલ, તંત્ર ફુલ એક્શનમાં

Last Updated on June 3, 2021 by pratik shah

મદાવાદ શહેરમાં તંત્ર ફુલ એકશનમાં આવ્યું છે. જેમાં અમદાવાદ શહેરમાં બીયુ પરમિશન વિનાના એકમો સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે ગઈકાલ રાતથી સવાર સુધીમાં વધુ 259 યુનિટ સીલ કરાયા છે. અમદાવાદ શહેરના વિવિધ ઝોનની વાત કરીએ તો તંત્રે અંદાજીત હજારથી વધુ એકમોને સીલ કરવામાં આવ્યા છે.

હાઇકોર્ટની ફિટકાર બાદ તંત્ર હરકતમાં આવ્યું

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના પશ્વિમ ઝોનમાં 10 અને પૂર્વ ઝોનમાં 2 સ્કૂલને સીલ મારવામાં આવ્યું હતુ.નવરચના સ્કૂલ રાણીપ અને માતંગી સ્કૂલ ગેરતપુરને સીલ કરવામાં આવી છે..બીયુ નહીં હોવાથી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.. હાઇકોર્ટની ફિટકાર બાદ તંત્ર હરકતમાં આવ્યું છે..ત્રણ દિવસમાં 1 હજાર 500 થી વધુ યુનિટ સીલ કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં બિયુ પરમિશન વગર 44 હોસ્પિટલ સામે એએમસીએ ફટકારેલી નોટિસ રદ્દ કરવાનો હાઈકોર્ટે ઈનકાર કરી દીધો છે. કોરોનાના દાખલ દર્દીઓ હોય તેવી હોસ્પિટલમાં દર્દીને ખસેડવા રજૂઆત કરવામાં આવી હતી. જો કે હાઈકોર્ટે રાહત આપવા બે અઠવાડિયા સુધી અમદાવાદ મ્યુનિસિપલ તંત્રને નોટિસ મુદ્દે કાર્યવાહી ન કરવા નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ આવી હોસ્પિટલ સામે કોર્પોરેશન સામે પગલાં લે તેવો કોર્ટનો હુકમ હાઈકોર્ટે ઈશ્યુ કર્યો હતો.

READ ALSO

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!