GSTV

AMC ફરી શરૂ કરશે પોતાની આ સેવા, BRTSમાં મુસાફરી કરતા મુસાફરોને મળશે સુવિધા

BRTS

Last Updated on October 21, 2021 by Pritesh Mehta

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા BRTSના મુસાફરો માટે માસિક ત્રિમાસિક પાસ યોજના શરૂ કરવામાં આવશે. અત્યાર સુધી જનમિત્ર કાર્ડ આપવામાં આવતા હતા. જેમાં બેલેન્સ કરાવી મુસાફરો મુસાફરી કરતા હતા. જોકે હવે એમટી એસની જેમ BRTSમાં પણ માસિક, ત્રિમાસિક પાસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જેના કારણે મુસાફરોને વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે. BRTSનો માસિક પાસ માટે રૂપિયા 750 નો ખર્ચ કરવો પડશે. જયારે ત્રિ-માસિક પાસના 2 હજાર રૂપિયા થશે. જયારે 65 થી 75 વર્ષના સિનિયર સિટીઝન માટે 40 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જયારે 75 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન નિ:શુલ્ક મુસાફરી કરી શકશે.

નેશનલ લેવલે રમનાર ખેલાડી નિ.શુલ્ક મુસાફરી કરી શકશે. એમ.જે.લાયબ્રેરી, સોનીની ચાલી, મણીનગર રેલવે સ્ટેશન, ઝાંસીની રાણી, બોપલ એપ્રોચ સહિતના બીઆરટીએસ મથકે પાસ કઢાવવાની સુવિધા મળી રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

કોરોનાના સંક્રમણ વધતા જેટકો પરીક્ષા મોકૂફ, સરકારનો વધુ એક કડક નિર્ણય

GSTV Web Desk

આવતીકાલે ખોડલધામ મંદિરનો ઉજવાશે પંચવર્ષીય પાટોત્સવ, પાટોત્સવની તૈયારીઓને અપાયો આખરી ઓપ

Vishvesh Dave

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૧મી જાન્યુઆરીએ સોમનાથના અતિથી ગૃહનું કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!