GSTV

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Last Updated on June 17, 2021 by Pritesh Mehta

અમદાવાદના સરખેજ વિસ્તારમાં ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સગા મોટા ભાઇએ 15 વર્ષની સગીર બહેન સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું. સગીરાના માતાપિતા ન હોવાથી તે પોતાના મોટા ભાઈ–ભાભી સાથે મકરબા વિસ્તારમાં રહે છે.

દુષ્કર્મ

અઢી વર્ષ પહેલા સગીરાના ભાભી ઘરમાં સુતા હતા ત્યારે તેના મોટા ભાઈએ સગીરાના રૂમમાં જઈને તેને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને ભાઈએ ધમકી આપતા તેણે આ અંગે કોઈને જાણ કરી નહોતી. ત્યાર બાદ ભાઇ અવારનવાર સગીરા એકલી હોય ત્યારે તેના પર બળજબરીથી દુષ્કર્મ આચરતો.

અંતે ભાભીએ સગીરાને ફોસલાવીને પુછપરછ કરતા તેણીએ મોટા ભાઈના દુષ્કૃત્ય અંગે ભાભીને જણાવ્યું. જે બાદ સગીરાએ તેના ભાભી સાથે સરખેજ પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી નશાનો બંધાણી હોવાનું ખુલ્યું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

માઈક્રોસોફ્ટના વૈશ્વિક સરવેમાં ખૂલાસો, વિશ્વમાં સાઇબર હુમલાનો ભોગ બનનારાઓમાં ભારતીયો મોખરે

Damini Patel

અમદાવાદમાં રોજના 50થી વધુ લોકો બની રહ્યાં છે ઇ-ચિટિંગનો ભોગ, ફરિયાદોને ઉકેલવા પૂરતા પોલીસ સ્ટાફનો અભાવ

Dhruv Brahmbhatt

રાજ કુંદ્રા પો*ગ્રાફી કેસ / શિલ્પા-રાજના જોઈન્ટ અકાઉન્ટમાં વિદેશમાંથી આવ્યા રૂપિયા, ED કરશે મની લોન્ડરિંગની તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!