GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અમદાવાદના બોપલમાં પાણીની ટાંકી તૂટવાનો મામલો, તપાસનો ધમધમાટ થયો શરૂ

અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી તૂટી પડવા મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. અને પ્રાંત અધિકારીની ટીમે આજે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પાણીની ટાંકી વરસાદના કારણે પડી કે અન્ય બેદરકારીથી પડી તે અંગે તપાસ હાથ ધરી છે. એન્જિનિયરોની ટીમ બોપલમાં આવેલી અન્ય પાણીની ટાંકીઓં પણ નીરીક્ષણ કરવાનું નક્કી કર્યુ છે. એન્જીનીયરના રિપોર્ટ બાદ જર્જરિત પાણીની ટાંકીઓ તોડી પાડવામાં આવશે.

અમદાવાદના બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ છે. જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. બોપલમાં તેજસ સ્કુલની બાજુમાં આવેલા સંસ્કૃતિ ફ્લેટની પાસે આવેલી પાણીની ટાંકી ધરાશાયી થતાં હાલ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોના દાવા મુજબ કાટમાળ નીચે હજુ ચારથી પાંચ લોકો ફસાયા હોવાનું સામે આવ્યું છે. શરૂઆતી વિગત મુજબ આ ટાંકી જયારે ધરાશાયી થઈ ત્યારે ત્યાં નીચે કેટરિંગનું કામ ચાલી રહ્યું હતું.

પાણીની ટાંકી સાથે એક તોતિંગ વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. ત્યારે સ્થાનિકો આ સમગ્ર ઘટના માટે તંત્રને જવાબદાર ગણાવી રહ્યાં છે. સ્થાનિકોના મત મુજબ આ ટાંકી વર્ષો જૂની છે ત્યારે તેની દેખરેખ કે મેનટનન્સની કોઈ જ કામગીરી આજ દિવસ સુધી કરવામાં ન આવતા આ ટાંકી ધરાશાયી થઈ છે. ટાંકી ધરાશાયી થયા બાદ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટના છૂપાવવાનો પ્રયાસ કરાયો અને મીડિયાકર્મીઓને આ ઘટનાનો તમાશો ન બનાવો તેમ જણાવ્યું હતું. અહિં જાણ કરવાની કે છેલ્લાં ત્રણ દિવસમાં બોપલમાં બીજી દુર્ઘટના સર્જાઈ છે આ પહેલાં શનિવારે દીવાલ ધરાશાયી થતાં 4 લોકોના મોત નિપજ્યા હતા.

હાલમાં જેટલા પણ લોકોને ઈજા પહોંચી છે તેને સોલા સિવિલ લઈ જવામાં આવ્યા છે. ફાયર ફાઈટર પણ ઘટના સ્થાને પહોંચી ચુક્યું છે. કાટમાળની નીચે ડટાયેલા લોકોને બહાર કાઠવાની કામગીરી કરવામાં આવી રહી છે.

સ્થાનિકોનો આરોપ છે કે ટાંકી ખૂબ જુની અને જર્જરિત હોવાના કારણે આ ઘટના બની છે. સાથે જ સ્થાનિકો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે બોપલમાં ઘણા જૂના અને જર્જરિત બીજા પણ મકાનો છે પરંતુ તંત્ર કંઈ પણ કરી રહ્યું નથી.

READ ALSO

Related posts

જ્યારે બ્રાડ પિટે ઐશ્વર્યા અંગે આવી ઇચ્છા વ્યક્ત કરી હતી, એક્ટ્રેસે ફિલ્મનો ઇનકાર કર્યો હતો

Mansi Patel

ખરીદો દેશની સૌથી વધારે માઈલેજ આપતી બાઈક, આટલી ઓછી કિંમતમાં મળશે 70kmpl

Ankita Trada

સરકારી આંકડા સાચા કે સુરતમાં સ્મશાનમાં રાખ થયેલા કે દફન થયેલા મૃતદેહ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!