વિસ્મય સાથે વીએસના ડોક્ટર-બીજે મેડીકલના ડીનનો પુત્ર પણ માણી રહ્યા હતા દારૂની મહેફીલ, થયા આવા મોટા ખુલાસા

બીએમડબલ્યુ કાંડને કારણે કુખ્યાત બનેલો વિસ્મય શાહ આ વખતે દારૂની પાર્ટી માણતા ઝડપાયો છે. લગ્ન બાદ અડાલજ પાસેના બાલાજી કુટિર નામના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ યોજાઇ હતી. જેમાં વિસ્મય અને તેની પત્ની પૂજા મહેફિલ માણતા ઝડપાયા છે. પોલીસ સૂચિપત્ર પ્રમાણે ચિન્મય ચૈતન્ય પટેલ, મંથન શ્યામભાઇ ગણાત્રા, હર્ષિત દેવદત્તભાઇ મજુમતદાર તેમજ મિમાંશા કશ્યપ બૂચ નામની અન્ય એક યુવતી પણ દારૂની મહેફિલમાંથી ઝડપાઇ છે.

આ દારૂની મહેફિલ વિસ્મયના સંબંધીના ફાર્મ હાઉસમાં બાલાજી કુટિરમાં યોજવામા આવી હતી. મહેફિલમાંથી વિદેશી દારૂ, બિયરના ટીન અને વૈભવી કાર પોલીસે કબજે લીધા છે. અડાલજ પોલીસના જણાવ્યા પ્રમાણે દારૂકાંડમાંથી વિદેશી દારૂની આઠ બોટલ અને બિયરની બોટલ મળી આવી. આ ઉપરાંત ત્રણ હુક્કા પણ મળી આવ્યા છે. જેથી હુક્કા મામલે અલગથી ગુનો નોંધવામાં આવશે.

વિસ્મયને બપોર બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારે વિસ્મયના પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા. તાજેતરમાં તેરમી ડીસેમ્બરે વિસ્મયના પૂજા પટેલ નામની યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તાજેતરમાં જ તેણે મોરિશિયસ હનીમૂન પર જવા માટે જામીન શરતોમાં ફેરફારની અરજી કરી હતી. જો કે કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.

આ લોકો હતા દારૂની મહેફીલમાં

  • વિસ્મય શાહ
  • પૂજા પટેલ (વિસ્મયની પત્ની)
  • મંથન ગણાત્રા (માતા બીજે મેડીકલમાં ડીન છે, પિતા બિલ્ડર છે.)
  • નિમા બૂચ (વીએસમાં છે ડોકટર)
  • ચિન્મય પટેલ
  • હર્ષિદ મજમૂદાર

મહત્વનુ છે કે ર૦૧૩માં અમદાવાદના વસ્ત્રાપુરમાં પૂરપાટ ઝડપે જતી બીએમડબલ્યુથી ટક્કર મારી બે યુવાનોના મોત નિપજાવ્યા હતા. ર૦૧પમાં વિસ્મયને બીએમડબલ્યુ કાંડમાં દોષી ઠેરવી સેશન કોર્ટે પાંચ વરસની સજા ફટકારી હતી. બાદમાં ટ્રાયલ કોર્ટે અને હાઇકોર્ટે તેની જામીન અરજી ફગાવી હતી. સુપ્રીમ કોર્ટે તેને જામીન આપ્યા હતા. દરમિયાન હિટ એન્ડ રન કેસ મળેલી સજાને વિસ્મયે ઉપલી કોર્ટમાં પડકારી છે. મૃતક યુવકના પિતાએ સજા વધુ કરવા માટે પણ ઉપલી કોર્ટમાં અરજી કરી છે. હાલમાં સમાધાનની પ્રક્રિયા ચાલી રહી છે જે અંગે હાઇકોર્ટ નિર્ણય લેવાની છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter