અમદાવાદ : કિરીટ સોલંકીને રિપીટ કરવા સામે ભાજપના કાર્યકરોનો વિરોધ

Kirit Solanki

અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી હાલના સાંસદ કીરીટ સોલંકીનો વિરોધ થયો છે. કાર્યકરોએ કીરીટ સોલંકીને રિપીટ કરવા સામે વિરોધ કર્યો છે. મણીનગર ઓફિસમાં ત્રણ મહીના પહેલા મતદારોએ બબાલ કરી હતી. મતદારોની રજૂઆતો ન સાંભળતા હોવાની દિલ્હી સુધી રજુઆત થઇ હતી. આ બેઠક માટે રમણ વોરાએ પણ દાવેદારી કરી છે. અને રમણ વોરાનું નામ સૌથી આગળ છે.

આ ઉપરાંત અમદાવાદ પશ્ચિમની બેઠક પરથી કિશોર મકવાણાના નામ માટે રજૂઆત થઇ છે. સાથે જ આત્મારામ પરમારના નામ પર ચર્ચા થઇ છે. ભાજપે અત્યાર સુધી બધા હોદ્દા વણકરોને આપ્યા છે પણ આ બેઠક પર વણકરનું વોટિંગ ઓછું છે અને રોહિત સમાજનું વોટિંગ વધારે છે. અસારવાના પૂર્વ ધારાસભ્ય રમણ પટેલ રોહિત સમાજના છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter