અમદાવાદ શહેરમાં બીજેપીનું જે નવું સંગઠન બન્યું છે તેમાં ઘણા નેતાઓ એવા છે કે તેમની પાસે કરેલી કામગીરીનો રીપોર્ટ માંગવામાં આવે તો જવાબ આપવામાં આવે છે કે પીએમ અમારા કામથી ખુશ છે. જીહા કેટલાક નેતાઓ આ પ્રકારે જવાબ આપતા રાષ્ટ્રીય નેતૃત્વ અંદર ખાને કચવાઈ રહ્યું હોવાનું સામે આવી રહ્યું છે.

કામગીરીનો હિસાબ આપવાના બદલે બડાઈ હાંકી
થોડા સમય અગાઉ ભાજપના કમલમ ખાતે એક મોરચાની બેઠક મળી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય નેતા પણ હાજર હતા. અને તેમના નેતૃત્વ હેઠળ મહત્વની બેઠક મળી હતી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની એ મોરચાની બેઠક હતી કે જે સામાન્ય રીતે સક્રિય નથી, એ મોરચાની બેઠક મળી હતી. દિલ્હીથી રાજ્યની મુલાકાતે આવેલ નેતાએ પ્રદેશના મોરચાની કામગીરી અંગે સ્પષ્ટ પણે પૂછ્યું હતું. તો બીજી તરફ મોરચાના અધ્યક્ષ દ્વારા કામગીરીનો હિસાબ આપવાના બદલે બડાઈ હાંકી હતી કે થોડાક સમય અગાઉ મારી પીએમ સાથે મુલાકાત થઈ હતી અને મને ૧૫ મીનીટનો સમય ફાળવવામાં આવ્યો હતો. જેમાં સઘળી કામગીરીની માહિતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પીએમ અમારા કાર્યથી અત્યંત ખુશ અને રાજી છે, અને રાષ્ટ્રીય નેતૃત્વનું માર્ગદર્શન પણ સતત મળતું રહે છે.

મોરચાના અન્ય હોદ્દેદાર અને કાર્યકર્તાઓ પણ હાજર હતા
ત્યાર પછી એ વાતનો પણ ઉલેખ્ખ કરવામાં આવ્યો હતો કે પ્રદેશ મોરચાની કામગીરી ઉત્તમ છે, અને દિલ્હીમાં બંને નેતા ગુજરાતી છે, અને ગુજરાતની જવાબદારી વધારે છે અને ખુબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. આ બેઠકમાં મોરચાના અન્ય હોદ્દેદાર અને કાર્યકર્તાઓ પણ હાજર હતા. તેઓ પણ મોરચાના અધ્યક્ષની આ વાત સાંભળીને ચોંકી ઉઠ્યા હતા ને એવો ગણગણાટ શરુ કરી દીધો હતો કે શું કામગીરી કરી તેનો હિસાબ આપવાના બદલે નેતા આપ બડાઈ કરી રહ્યા છે. આ આખી પરિસ્થિતિ જોઇને દિલ્હીથી આવેલા નેતા પણ ચોકી ઉઠ્યા હતા અને તેઓ પણ વિચારી રહ્યા હશે કે ગુજરાતમાં શું કામગીરી કરી તેની પદ્ધતિ કદાચ અલગ હશે એટલે જ આ રીતે ચર્ચા કરવામાં આવી રહી છે.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ