GSTV
Home » News » અમદાવાદ : જિલ્લા પંચાયતમાં સત્તા પ્રાપ્તિ માટે ભાજપ-કૉંગ્રેસના હવાતિયાં

અમદાવાદ : જિલ્લા પંચાયતમાં સત્તા પ્રાપ્તિ માટે ભાજપ-કૉંગ્રેસના હવાતિયાં

અમદાવાદ જિલ્લા પંચાયતમાં 20 જૂને પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાવવાની છે. ત્યારે સત્તા મેળવવા માટે ભાજપ કોંગ્રેસે હવાતિયાં અને તોડજોડની મથામણ શરૂ કરી છે. બંને પક્ષો પંચાયતના સભ્યો સાચવવા અને તોડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસના 18માંથી 17 સભ્યોને રાજસ્થાનમાં મોકલી દેવાયા છે.

કુલ 24 સભ્યોની બેઠકમાં કોંગ્રેસના 18 અને ભાજપના 16 સભ્યો ચૂંટાયા હતા. ત્યારે અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા 20 જૂને ચૂંટણી યોજાવવાની છે. કોંગ્રેસના સભ્યો છેલ્લી ઘડીએ ફરી ન જાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

સત્તા હાંસલ કરવાની આ લડાઈમાં વિરોધ પક્ષ ભાજપ કોંગ્રેસના સભ્યોને તોડી ન શકે તે માટે છેલ્લા ચાર દિવસથી કોંગ્રેસના સભ્યોને રાજસ્થાન રાખવામાં આવ્યા છે. કોંગ્રેસના 18માંથી 17 સભ્યો રાજસ્થાનમાં છે. અને એક સભ્ય ઠાકરસિંહ કોળી પટેલ યેન કેન પ્રકારે સાથે ગયા નથી.ત્યાર તેઓને મનાવવા અને કોંગ્રેસમાં ટકાવી રાખવાના પ્રયાસ ચાલુ છે.

Related posts

આ વ્યક્તિના ખાતામાં અચાનક જમા થવા લગ્યા ઢગલો રૂપિયા, તપાસ કરતા જાણ થઈ કે…

Arohi

ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓ માટે ખુશખબર, હવે હોલટિકિટ ખોવાય જાય તો પણ નહીં આવે વાંધો

Mayur

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર પેટાચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત : 21 ઓક્ટોબરે મતદાન, 24 ઓક્ટોબરે મતગણતરી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!