GSTV

આ જ બાકી હતું! હરખપદુડા કોર્પોરેટરે વેક્સિનેશન સેન્ટરમાં કેક કાપી કર્યુ બર્થ ડે સેલિબ્રેશન, થઇ આ મોટી કાર્યવાહી

બર્થ

Last Updated on July 24, 2021 by Bansari

અમદાવાદના બોડકદેવ ખાતેના વેક્સિનેશન સેન્ટરમાં કોર્પોરેટરે કેક કાપી ભાજપના કાર્યકરનો બર્થડે ઉજવણી મામલે મેયરે તપાસના આદેશ આપ્યા છે.એક તરફ કોરોના રસી માટે લોકોએ લાંબી લાંબી લાઈનમાં ઉભા રરહેવુ પડે છે. હાલાકી વેઠવી પડે છે. બીજીતરફ ભાજપના કાર્યકરો અને પદાધિકારીઓ આવા વેક્સિને સેન્ટર પર કાર્યકર્તાના જન્મદિવસની ઉજવણી કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. બોડકદેવના કોર્પોરેટર દિપ્તીબેન અમરકોટીયાએ લલીત વાધવાન નામના ભાજપના કાર્યકરની બર્થ-ડેની કેક કાપીને ઉજવણી કરી હતી.

બર્થ

અમદાવાદમાંથી હજુ કોરોનાની સ્થિતિ ભલે નિયંત્રણમાં હોય પરંતુ હજું કોરોના સંપૂર્ણપણે નાબુદ થયો નથી, સરકારે નિયંત્રણો મૂક્યા છે તેવા સમયે પોતાના બર્થડે સેલિબ્રેશનમાં મશગૂલ બનેલા દિપ્તીબેને માસ્ક પહેર્યું નહોતું અને સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા ઉડાડીને કેક કાપીને કોમ્યુનિટી હોલમાં હાજર મ્યુનિ. સ્ટાફ સહિત અન્ય લોકોને હોંશભેર ‘કેક’ ખવડાવી હતી.

સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ

બોડકદેવના ભાજપના મહિલા કોર્પોરેટર દિપ્તીબેન અમરકોટીયાએ રસીકરણ કેન્દ્રમાં બર્થડે સેલિબ્રેશન કરવાને પગલે સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારની ટિપ્પણી સાથેના મેસેજ વાઈરલ થયા છે. ‘જય હો… જગન્નાથની યાત્રા નીકળે કે ન નીકળે પણ વેક્સીનેશન સેન્ટર પર બર્થ ડે ઉજવાય’, ‘અમદાવાદ ફાઈટ વિથ કોરોના’, ‘રસી મળે કે ન મળે, કેક જરૃર મળશે’, ‘બર્થ ડેની ઉજવણી અંગે સ્ટેન્ડિંગમાં ઠરાવ પસાર કરાયો હતો?’ ‘ખાનગી વપરાશનું નિયમ મુજબ ભાડું વસૂલાશે ?’

સત્તાના જોરે ભાજપના શાસકો અને કોર્પોરેટરો નીતિ- નિયમોને છડે ચોક ભંગ કરીને વેક્સીનેશન સેન્ટરમાં જ બર્થડે સેલિબ્રેશનના કાર્યક્રમ યોજનાર દિપ્તીબેન વિવાદમાં સપડાયા છે. આ પ્રકારે વિવાદમાં સપડાયેલા દિપ્તીબેન સામે શહેર પ્રમખ અમિત શાહ અને પ્રભારી ધર્મેન્દ્ર શાહ પગલાં લેશે ખરા ? તેવો પ્રશ્ન ઉભો થાય છે.

Read Also

Related posts

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari

પિયુષ ગોયલે સુરતમાં ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગકારો સાથે કરી મુલાકાત, વિજય રૂપાણી સરકાર માટે કહી મોટી વાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!