GSTV
Gujarat Government Advertisement

હરખ: નગરદેવી ભદ્રકાળી મંદિરના આજથી દ્વાર ખુલ્યા, સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોને અપાયો મંદિરમાં પ્રવેશ

Last Updated on June 11, 2021 by Pravin Makwana

અમદાવાદના નગરદેવી ભદ્રકાલી માતાના દર્શન આજથી ભક્તો માટે ખુલા મુકાયા છે. શહેરના લાલદરવાજા વિસ્તારમાં આવેલા ભદ્રકાલી મંદિરમાં ભક્તોને સોશિયલ ડિસ્ટંસ સાથે પ્રવેશ આપવામાં આવ્યો. કોરોનાની મહામારીના કારણે ભદ્રકાલી મંદિર દર્શન માટે બંધ કરવામાં આવ્યુ હતુ. જે આજથી ફરીવાર ખોલવામાં આવ્યુ છે.

જેની શ્રદ્ધાળુઓ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા આખરે તે શુભ ઘડી આવી ગઇ છે. આજથી શ્રદ્ધાળુઓ માટે ભગવાનના દ્વાર ખુલ્યા છે. કોરોનાની મહામારીએ ભગવાનના પણ દર્શન દુર્લભ કરી નાખ્યા હતા.

જેથી શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા ભાવાતુર બની ગયા હતા. પણ આખરે શ્રદ્ધાળુઓની શ્રદ્ધા રંગ લાવી છે. અને હવે મહામારીનો અંત નજીક આવી ગયો. જેથી રાજ્યના વિવિધ ધાર્મિક સ્થાનો આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકવામા આવ્યા છે.

જો કે લોકોએ  કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્કના નિયમોનું કડક પાલન થાય તેની તકેદારી રાખવાની રહેશે. તો રાજ્યના દરેક ધાર્મિક સંસ્થાઓએ એક સાથે 50થી વધુ શ્રદ્ધાળુઓ એકત્ર ન થાય તેની કડકપણે તકેદારી રાખવાની રહેશે.

જેથી રાજ્યના તમામ ધાર્મિક સ્થાનોએ મંદિર ખુલે તે પહેલા સેનેટાઇઝિંગ, સાફસફાઇ સહિતની કામગીરી આરંભી છે તો ઘણા લાંબા સમય બાદ મંદિરો શ્રદ્ધાળુઓના દર્શનાર્થે ખુલતા હોવાથી એક સાથે ભીડ એકત્ર ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત અને સિક્યુરીટીની પણ વ્યવસ્થા કરવામા આવી રહી છે.

કોરોનાની મહામારીથી હવે રાહત મળી છે. જેથી શ્રદ્ધાળુઓમાં ઉમંગ છે. જેથી શ્રદ્ધાળુઓના આગમન પર્વે મા ઉમિયાનું ધામ ઊંઝા, પાવાગઢ. અને બહુચરાજી મંદિર તંત્ર તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામા આવી છે, તો ડાકોર, શામળાજી અને દ્વારકા મંદિર તંત્ર પણ સજ્જ બન્યું છે, તો જગતના નાથ જગન્નાથનું અમદાવાદ સ્થિત મંદિર પણ દર્શનાર્થીઓના આગમન માટે સજ્જ થયું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!