GSTV
Home » News » વિકાસને ‘થીગડા’ મારવાની જરૂર પડી : ટ્રમ્પના આગમન પહેલા ઝૂંપડપટ્ટી છુપાવવા સાત ફૂટની દિવાલ ચણાઈ

વિકાસને ‘થીગડા’ મારવાની જરૂર પડી : ટ્રમ્પના આગમન પહેલા ઝૂંપડપટ્ટી છુપાવવા સાત ફૂટની દિવાલ ચણાઈ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાત પહેલા કોર્પોરેશન દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિકતા એવી છે કે, સરકાર દ્વારા જે વિકાસની મોટી વાતો કરવામાં આવે છે તે વિકાસની અસલ વાસ્તવિકતાને ઢાંકવા માટે મનપા દ્વારા દીવાલ ચણવામાં આવી રહી છે. એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજ વચ્ચે ઝૂંપડપટ્ટી આવી છે. આ ઝુંપડપટ્ટી મહેમાનને દેખાય નહી તે માટે ઢાંકવા કોર્પોરેશન સાત ફુટ ઉંચી દિવાલ ચણી રહ્યુ છે. ત્યારે આ દીવાલનો વિરોધ ઝૂંપડપટ્ટીના લોકો દ્વારા કરવામાં આવ્યો છે. સરણિયાવાર નામના આ વિસ્તારમાં ૫૦૦થી વધારે ઝૂપડપટ્ટી આવેલી છે. અને આ વિસ્તારમાં ૨ હજાર ૫૦૦થી વધારે લોકો રહે છે. ટ્રમ્પના રોડ શો દરમિયાન ઝૂંપડપટ્ટી ન દેખાય તેનો પ્રયાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોર્પોરેશન સૌદર્યકરણના નામે દીવાલ ચણી વૃક્ષો વાવવાની પણ તૈયારી કરી રહ્યુ છે.

મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત

અમેરિકાના રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રંપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવાના છે. જેથી અમદાવાદ એરપોર્ટ પર પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

મેયર બિજલ પટેલે મોટેરા સ્ટેડિયમની લીધી મુલાકાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત પહેલા અમદાવાદના મેયર બિજલ પટેલે મોટેરા સ્ટેડિયમની મુલાકાત લીધી છે. બિજલ પટેલ સાથે મનપાના કમિશનર સહિત કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. મોટેરા સ્ટેડિમમાં ટ્રમ્પના સ્વાગતમાં મોટો કાર્યક્રમ યોજાવાનો છે. જેથી કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા મોટેરાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે, ટ્રમ્પ મોટેરા સ્ટેડિમય અને ગાંધી આશ્રમની મુલાકાત માટે આવવાના છે. જેથી સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે.

READ ALSO

Related posts

દિલ્હી વિવાદ: ગૃહપ્રધાન અમિત શાહે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક, ઉપરાજ્યપાલ સહિત મુખ્યપ્રધાન સાથે કરશે મુલાકાત

Arohi

દેશનો પ્રથમ 5જી ફોન થયો લોન્ચ, જાણો તેનાં અદ્યતન ફિચર્સ

pratik shah

ટ્રમ્પને આ 24 વિદ્યાર્થીઓ ક્યારેય નહીં ભૂલે, મોટેરા સ્ટેડિયમને બદલે પહોંચી ગયા અહીં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!