GSTV

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Last Updated on July 28, 2021 by Zainul Ansari

અમદાવાદ શહેર માટે ભુવા પડવા એ નવાઈની વાત નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં સ્માર્ટ સિટી ભુવા સીટી બને છે. અત્યાર સુધીમાં શહેરમાં વિવિધ જગ્યાએ 47 જેટલા ભુવા પડ્યા છે.

હજુ તો અતિભારે કહી શકાય તેવો વરસાદ આવ્યો નથી છતાં અમદાવાદ શહેરમાં 47 ભૂવા પડ્યા છે. મોટી સંખ્યામાં પડેલા ભૂવા કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર છતો કરે છે. શહેરમાં સિઝનનો કુલ 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યારે 47 ભુવા પડી ચૂક્યા છે.

સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર

ઝોનભૂવાની સંખ્યા
ઉત્તર પશ્ચિમ9
ઉત્તર4
દક્ષિણ 19
પૂર્વ8
પશ્ચિમ9
દક્ષિણ પશ્ચિમ5
મધ્ય1

આતો થઈ ચાલુ વર્ષના ભૂવાની વાત ભૂતકાળમાં પણ અમદાવાદમાં વર્ષ 2013થી ઓછામાં ઓછા 50થી લઇને વધુમાં વધુ વર્ષ 2017માં 111 સુધીના ભૂવા પડેલા છે.

આ અંગે તંત્રનું કહેવું છે કે જૂની ડ્રેનેજ અને પાણીની લાઈનો પર ભુવા પડે છે. જો કે તંત્ર દ્વારા એવો પણ દાવો કરાયો છે કે ભુવા પૂરવાની કામગીરી ઝડપી કરવામાં આવે છે.

ભૂવા પડે છે અને પછી તેને પૂરવા માટે પણ મોટો ખર્ચો કરવામાં આવે છે. ભુવા પાછળ કેટલો ખર્ચો થયો તેનો જવાબ તંત્ર આપી રહ્યું નથી. પરંતુ સૂત્રોનું માનીએ તો ભુવાની સાઈઝ મૂજબ ખર્ચ કરવામાં આવે છે. સામાન્ય રીતે એક ભુવા પુરવા ચારથી પાંચ લાખનો ખર્ચ થયો હોય છે. આમ ભૂવા રૂપી ભ્રષ્ટાચારને પુરવા પ્રજાની પરસેવાની કરોડોની કમાણી ખર્ચ કરી દેવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ ભ્રષ્ટાચારની પરંપરા ક્યારે અટકશે તે એક પ્રશ્ન છે.

Read Also

Related posts

પ્રજા વાત્સલ્ય સેવક: નવા મુખ્યમંત્રીની સંવેદનશીલતા, CMનો કાફલો પસાર થાય ત્યારે ટ્રાફિકને વધુ સમય નહીં રોકવા સૂચના

Pravin Makwana

માસ્ટર માઇન્ડ ગુજરાતી: એક ફોન કૉલથી 4000 અમેરિકનોને બાટલીમાં ઉતારી દીધાં, આ ટ્રિકથી પડાવ્યાં અધધ 1 કરોડ ડોલર

Bansari

રૂપાણી સરકારના એક સિનિયર પ્રધાને કરોડોમાં જમીનનો સોદો કર્યાની ચર્ચાએ જોર પકડ્યું, ઘેર બેઠાના બીજા જ દિવસે સોદો પાડ્યો

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!