GSTV

અમદાવાદમાં આ વિસ્તાર છે કોરોનાનો નવો હોટસ્પોટ, 37 પોઝિટીવ કેસ નોંધાયા

કોરોના

અમદાવાદના ઉત્તરઝોનમાં આવેલા બાપુનગર વોર્ડની પરિસ્થિતિ કોરોના પોઝિટિવ કેસની સંખ્યાને ધ્યાનમાં લેતા ગંભીર બનતી જઈ રહી છે. શનિવારે સાંજ સુધીમાં બાપુનગર અને ઉત્તરઝોનમાં આવેલા નરોડા વોર્ડમાં કોરોનાના વધુ 39 પોઝિટિવ કેસ નોંધાયા છે. એમાં પણ બાપુનગર વોર્ડમાં બે દિવસમાં કુલ 38 પોઝિટિવ કેસ નોંધાયા હોવા છતાં સ્થાનિક કોર્પોરેટરોને તંત્ર દ્વારા વિગત અપાતી નથી.

Corona

બાપુનગરની આ સોસાયટીઓમાં પોઝિટિવ કેસ

આ અંગે મળતી માહીતી અનુસાર, બાપુનગર વોર્ડમાં પતંજલી સોસાયટી, હાઉસીંગ બોર્ડના મકાનોમાં, ગરીબનગર, શિવશકિતનગર, મોહનનગર, માહેશ્વરી સોસાયટી, કવિનગરની ચાલી, મંગલમ ફલેટ, ચામુંડાનગર, ફ્રૂટવાળી ચાલી વગેરે વિસ્તારમાં કોરોના પોઝિટિવના એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. હાઉસીંગ બોર્ડના મકાનોમાં આઠ પોઝિટિવ કેસ નોંધાયા છે.

Corona

નવાઈની વાત એ છે કે, આ વિસ્તારમાં નોંધાતા કોરોનાના પોઝિટિવ કેસ અંગેની વિગત સ્થાનિક કોર્પોરેટરોને તંત્ર દ્વારા અપાતી નથી અને કોંગ્રેસના કોર્પોરેટરો પણ એમના વોર્ડમાં કોરોનાના કેટલા પોઝિટિવ કેસ નોંધાય છે એ જાણવામાં રસ ધરાવતા નથી. નરોડા વોર્ડમાં હરીદ્વાર સોસાયટી, રાજીવપાર્ક, અમૃતાપાર્ક, માનસી એપાર્ટમેન્ટ, પરીશ્રમનગર, પાયલનગર સહીતની સોસાયટીઓમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Read Also

Related posts

વિધાનસભા / સરકારનો લેખિતમાં જવાબ, TET 1 અને 2ના પાસ ઉમેદવારો સામે માત્ર આટલાં જ લોકોની કરાઇ નિમણૂંક

Dhruv Brahmbhatt

પોતાના જ લડાકુઓની મોજ-મસ્તીથી અકળાયું તાલિબાન, ભડકેલા ટોચના નેતાએ આપી દીધું આ ફરમાન

Bansari

BJPના ધારાસભ્યનું વિવાદીત નિવેદન: જોધા-અકબરના નહોતા થયાં પ્રેમલગ્ન, લુંટારાઓએ સત્તા માટે બહેન-દિકરીઓને કુરબાન કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!