ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામોએ દિવાળી નિમિતે સુંદર સાજ-શણગાર સજ્યા

પ્રકાશના પર્વ દિવાળી નિમિતે ગુજરાતના સુપ્રસિદ્ધતીર્થધામોએ સુંદર સાજ-શણગાર સજ્યા. ગુજરાતના સોમનાથ, ડાકોર અને શામળાજી મંદિરમાંદિવડાઓ અને રોશની વડે અલૌકિક નજારો સર્જવામાં આવ્યો.

વિશ્વપ્રસિદ્ધ સોમનાથમંદિરમાં દિવાળીના પર્વ નિમિતે વિશિષ્ટ શણગાર કરાયો. જે અંતર્ગત સોમનાથ મંદિરએલઇડી લાઇટથી ઝળહળી ઉઠ્યું. એલઇડી ઉપરાંત મંદિર પરિસરમાં અનેક દિવડાઓ પ્રગટાવીતેમજ સુંદર રંગોળી બનાવવામાં આવી. સોમનાથદાદાના અદ્દભૂત શણગારના અલૌકિક દર્શનનોલાભ લેવા અનેક શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

બીજી તરફ ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાયજીમંદિરમાં પણ સુંદર રોશની કરવામાં આવી. અનેક દિવડાઓ અને રોશની વડે સમગ્ર ડાકોરપરિસર ઝળહળી ઉઠ્યું. દિવાળીના પાવન પર્વ પર ડાકોરના ઠાકોરના દર્શન કરવા અનેકશ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા.

બીજી તરફ અરવલ્લીના જાણીતા યાત્રાધામ શામળાજી મંદિરને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યું. રોશની, દિવડા અનેફૂલો વડે સમગ્ર મંદિર ઝગમગી ઉઠ્યું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter