નુત્તન વર્ષાભિનંદન, રાજ્યના મંદિરોમાં વિશેષ આરતી અને અન્નકૂટનું આયોજન

 આજે વિક્રમ સંવત મુજબ નવા વર્ષનોપ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથમંદિરમાં પણ વિશેષ આરતીનું આયોજન થયુ. નવવર્ષને લઈનેસોમનાથ દાદાને અનેરો શણગાર પણ કરવામાં આવ્યો. ધનતેરસથી પાંચ દિવસના તહેવારની શરૂઆત થઈ છે. મોટી સંખ્યામાં ગુજરાત સહિત દેશભરના લોકો વિવિધ યાત્રાધામેદર્શનાર્થે ઉમટી પડ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં સોમનાથનીમુલાકાતે પણ શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે.ભક્તો નવા વર્ષપર સોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી. આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે.

ત્યારે અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા સ્વામિનારાયણમંદિરને પણ શણગારવામાં આવ્યુ છે. શ્રદ્ધાળુઓ સ્વામિનારાયણ ભગવાનના દર્શનકરીને નવા વર્ષની શરૂઆત કરતા જોવા મળ્યા હતા. મંદિરમાં મહાપુજા શરૂ છે. જે બાદ ભગવાન સ્વામિનારાયણને અન્નકૂટ પણધરાવવામાં આવશે.હરિભક્તો એકબીજાને જય સ્વામિનારાયણકહીને નૂતન વર્ષાભિનંદન કહેતા જોવા મળ્યા.

તો આતરફ અમદાવાદના બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે અન્નકૂટ મહોત્સવનું આયોજન થયુ છે.જેના દર્શન કરવા માટે લોકોનો ધસારો જોવા મળ્યો છે.ભગવાનને અન્નકૂટ ધરાવવા માટે એક વર્ષથી તૈયારીઓ થતી હતી.અને નવા વર્ષ પર ભગવાન સ્વામિનારાયણ અને અન્ય અવતારો સમક્ષ 1 હજાર 51 વાગનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે.આ અન્નકૂટને ગોઠવવા માટેની તૈયારીમાં 850 જેટલા યુવાનો છેલ્લા એક એઠવાડિયાથઈ મહેનત કરતા જોવા મળ્યા.

તો આ તરફ અમદાવાદમાં આવેલી વૈષ્ણવમંદિર કલ્યાણ પુષ્ટી હવેલીમાં પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.વસ્ત્રાપુર ખાતેની કલ્યાણ પુષ્ટી હવેલી પર નવા વર્ષે મોટી સંખ્યામાંભક્તો દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરતા જોવા મળ્યા. લોકો એકબીજાને જયશ્રી કૃષ્ણ કહીને નવા વર્ષની મુબારકબાદી આપતા જોવામળ્યા.

તો આ તરફ અમદાવાદના પ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાંપણ વહેલી સવારથી ભક્તોએ નવ વર્ષ નીમિત્તે માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી. દરવર્ષે ભદ્રકાળી મંદિરમાં નવા વર્ષે ભક્તોની ભારે ભીડ થતી હોય છે અને તેમાય સવારનીમંગળા આરતીના દર્શન માટે લોકો વહેલી સવારથી મંદિરે પહોંચી જાય છે.

આજે ગુજરાતમાં વસતા તમામ લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે જૈન દેરાસરોમાં પણ વહેલી સવારથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા અને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા વાસુપૂજ્ય જૈન દેરાસરમાં જૈન સમુદાયના લોકો સવારથી મંદિરે પહોંચ્યા હતા. અને દર્શન કર્યા  હતા. તો સાથે મહારાજ સાહેબના આશીર્વાદ પણ લીધા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter