GSTV

અમદાવાદીઓ ખરા હો! બેન્કો બંધ તો’ય હપ્તો ભરવાનું બહાનું, છેલ્લા 18 કલાકમાં કરર્ફ્યૂ ભંગના 315 કેસો નોંધાયા

Last Updated on November 22, 2020 by pratik shah

ફરી વખત કોરોના સામે જનતા કર્ફયૂ અમલી બન્યો છે જે થોડો લંબાઈ પણ શકે છે. દિવાળીના તહેવારો દરમિયાન બિન્દાસ્ત ફરતાં રહેલા અનેક નાગરિકોને બહાર નીકળવું જ જરૂરી જ હોવાનું હજુપણ લાગી રહ્યું છે. આવા નાગરિકો જાત-જાતના બહાના કરી રહ્યાં છે. શુક્રવારે રાતે 12 વાગ્યાથી શનિવારે સાંજે છ વાગ્યા સુધીમાં શહેર પોલીસે જનતા કર્ફ્યૂનો ભંગ કરનાર 343 લોકોને ઝડપી લઈને કુલ 315 કેસ નોંધી દીધાં છે.

કામ વગર બહાર નીકળેલા જણાતાં લોકો પર તવાઈ

નારણપુરા એ.ઈ.સી પાસેથી પોલીસે ુપારસનગરમાં રહેતા રાહુલ શાહ નામના યુવકને અટકાવ્યો હતો. બપોરે બે વાગ્યાના અરસામાં નીકળેલા રાહુલભાઈએ જનતા કર્ફ્યુમાં નીકળવા પાછળ પોતે બેન્કમાં હપ્તાની રકમ ભરવા ગયો હોવાનું કહ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, કોરોનાના જનતા કર્ફ્યૂમાં બેન્કો બંધ છે. આવી વાત કરતાં અલગ અલગ બહાના બતાવીને નિયમભંગ કરવા બદલ નારણપુરા પોલીસે રાહુલભાઈ શાહ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

નારણપુરા એ.ઈ.સી પાસેથી પોલીસે ુપારસનગરમાં રહેતા રાહુલ શાહ નામના યુવકને અટકાવ્યો

જ્યારે, હેલમેટ સર્કલ નજીકના રબારી વાસમાં રહેતા કનુભાઈ સાકાભાઈ દેસાઈ અને રાજુભાઈ કનુભાઈ દેસાઈએ પોતે દવા લેવા માટે નીકળ્યા હોવાનું જણાવ્યું હતું. એઈસી સર્કલ પાસે બપોરે સવા બે વાગ્યાના અરસામાં ટુ વ્હીલર પર જતાં બન્ને શખ્સો પાસેથી દવા લેવા નીકળ્યાં તેના પુરાવારૂપ કોઈ પ્રિસ્ક્રીપ્શન મળી આવ્યાં નહોતાં.  આખરે, નારણપુરા પોલીસે બન્ને સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. તો ખાડિયા પોલીસે લટાર મારવા નીકળ્યો છું તેવી બિન્દાસ્ત વાત કરનાર યુવક સામે ગુનો નોંધ્યો છે. ખોડિયારનગર વિસ્તારમાં રહેતા રોહીત પરમારને રાતે કર્ફ્યૂ અમલવારી શરૂ થયા પછી આસ્ટોડિયા દરવાજા પાસે અટકાવી પોલીસે પૂછપરછ કરી હતી. લટાર મારવા નીકળ્યો હોવાની વતા કરનાર રોહીત પરમાર સામે વિિધવત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કોરોના કાળમાં નહીં સુધરતા લોકોની સેવા સાથે દંડ

આ તો અમદાવાદ શહેર પોલીસે નોંધેલા કેસ પૈકીના અમુક કેસની વાત થઈ. પણ, જનતા કર્ફ્યૂ લાગુ કરાયો તેના 16 જ કલાકમાં શહેર પોલીસે કર્ફ્યૂ ભંગના કુલ 315 કેસ નોંધ્યાં છે અને 343 લોકોની અટકાયત કરી છે. શહેર પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, કોરોના વકર્યો છે ત્યારે તેની ચેઈન તોડવા માટે કડક કાયદાકીય કાર્યવાહી આવશ્યક છે. પોલીસ આ વખતે લોકોને પોલીસનો કડવો અનુભવ ન થાય તેની તકેદારી રાખવા સાથે કાયદાનો પાઠ ભણાવવા સજજ બની છે.

લોકોએ માસ્ક ન પહેરવા બહાનાં કર્યાં તો પોલીસે માસ્ક આપી, દંડ વસુલ્યો

જનતા કર્ફ્યૂ શરૂ  થવાનો હતો તે પહેલાં લોકોમાં પોલીસ દંડા મારશે તેવી કોમેન્ટસ થતી હતી. પણ, આ વખતે પોલીસે દંડવાળીના બદલે દંડવાળી કરવાનું વ્યૂહ અપનાવ્યો છે. જે લોકોએ માસ્ક પહેર્યાં નહોતાં અને અલગ અલગ બહાના કર્યાં હતાં તેમને પોલીસે માસ્ક આપ્યાં હતાં. માસ્ક આપીને  પોલીસે સેવાભાવ બતાવ્યો હતો. પણ, કાયદો તોડવા બદલ પોલીસે 1000થી 2000 રૂપિયાનો દંડ વસુલવાની કામગીરી પણ કરી હતી.

ટ્રાફિક પોલીસ, ટીઆરબીએ ડોક્યુમેન્ટસ અને બીજા નિયમભંગથી દબાણ સર્જ્યું

શહેર પોલીસે અલગ અલગ દિશામાં કામગીરી શરૂ કરી કારણ વગર બહાર નીકળતાં લોકોને ઝડપી લઈ કાર્યવાહી કરવાનો મૂડ બનાવ્યો છે. શહેર ટ્રાફિક પોલીસ ઉપરાંત ટીઆરબી જવાનોએ વાહનોના પેપર્સ અને અન્ય ડોક્યુમેન્ટસની તપાસણી શરૂ કરી છે. અનેક વાહનચાલકને તો વાહનનો વીમો ભર્યો ન હોય તો પણ વાહનો ડીટેન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ રીતે અળગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટસ ન રાખી નિયમભંગ કરવા બદલ દબાણ સર્જીને લોકોની અવરજવર ઘટાડવાનો વ્યૂહ ટ્રાફિક પોલીસ અને ટીઆરબીને સક્રિય બનાવીને અપનાવવામાં આવ્યો છે. જો કે, અમુક કિસ્સામાં ટીઆરબીના એકલા ઉભા રહેલાં જવાનો વાહનચાલકો પાસેથી નૈવેદ્ય લઈને પતાવટ કરતાં હોવાની ફરિયાદો પણ ઉઠી છે.

READ ALSO

READ ALSO

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!