આતંકી હુમલાની જ્વાળા દરેક દેશવાસીઓના મનમાં, રાજ્યમાં ઠેરઠેર કેન્ડલ માર્ચ યોજીને શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

દેશ પરના આતંકી હુમલાની જ્વાળા દરેક દેશવાસીઓના મનમાં દેશભક્તિની જ્યોત પ્રજવ્વલિત થઇ. જેની સાથે ઠેરઠેર કેન્ડલ માર્ચ યોજીને શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

લુણાવાડામાં  નગરજનો અને સામાજિક સંસ્થાઓએ શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ આપીને કેન્ડલ માર્ચ યોજી હતી. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં લુણાવાડાના ગ્રામજનો જોડાયા હતા

સુરતના ઉધના વિસ્તારમાં યુવાઓ દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી.જેમાં મહિલાઓ સહિત યુવાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.સૌ કોઈની એક જ પુકાર હતી કે, સરકાર આતંકવાદીઓને વળતો જવાબ આપે.આ સાથે દરેક યુવાઓના મોઢે એક જ સુર જોવા મળી રહ્યો હતો પાકિસ્તાન મુરદાબાદ.

મોરબીમાં શહીદોને શ્રધાંજલિ અર્પણ કરવા માટે લોકોની સ્વયંભૂ રેલી નીકળી હતી. આ વિશાળ રેલીમાં ૨ હજારથી વધુ લોકો જોડાયા હતા. રેલીમાં લોકોએ તિરંગા લેહરાવીને નારા પણ લગાવ્યા હતા. આ સાથે વિવિધ સંસ્થાઓ અને સંગઠનો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.

તો આ તરફ અમદાવાદના વસ્ત્રાલમાં પણ પાકિસ્તાન વિરોધી નારા લાગ્યા. લોકોએ આતંકવાદના વિરોધમાં રસ્તા પર ઉતરી દેખાવો કર્યા હતા.

ધોરાજી વિવેકાનંદ પરિવાર દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે ત્રણ દરવાજા ચોકથી ગેલેક્સી સુધી કેન્ડલ માર્ચ યોજીને શહિદોને  શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

અમરેલી જિલ્લાના કોંગ્રેસ સમિતી દ્વારા રાજુલા શહેરમાં કેન્ડલ માર્ચ સાથે મુખ્ય માર્ગમાં રેલી યોજાઇ.જેમાં ધારાસભ્ય અંબરીશ ડેર સહિત મોટી સંખ્યામા લોકો જોડાયા હતા

વિરમગામમાં યુવાનો દ્વારા ટાવર ચોકથી ગોલવાડી દરવાજા સુધી મૌન રેલી સાથે કેન્ડલ માર્ચ યોજી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter