GSTV
Gujarat Government Advertisement

Ayesha Case : ‘મેં જીતે જી તો તલાક નહીં દુંગી સો સોચા મર હીં જાતે હેં લેકીન યે સચ હે કે મેને કભી ધોખા નહીં દિયા તુમ્હે

Last Updated on March 6, 2021 by Karan

અમદાવાદના ચકચારી આઈશા કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજુ કરતા પહેલાં આઈશાની ચિઠ્ઠી મળી છે. જે ચીઠ્ઠી આઇશાએ મરતા પહેલા તેના પતિ આરીફને લખી હતી. આ ચિઠ્ઠીમાં આઈશાએ પોતાની આપવિતિ લખી હતી. આઇશાએ આ પત્રમાં તેનો પતિ તેના પર ખોટા આરોપ લગાવતો હોવાની વાત કરી છે. તેમજ તેના પેટમાં આરીફનું બાળક હોવાનું પણ લખ્યું હતું. આ ઉપરાંત આઇશાએ લખ્યું હતું કે આરીફ તુમ્હારા પુરા હક હૈ મુજે પરેશાન કરને કા પર મે ગલત નહીં હું.(Ayesha Suicide Case)

આઈશાએ લખેલા પત્રની રજેરજની વિગતો

માય લવ આરુ. ‘આરું મુજે માફ કરના હો સકે તો. ઓર એક રિક્વેસ્ટ હૈ પ્લીઝ ઇતની નફરત મત કરો. કઈ સારી બાતે હૈ જો મેને નહીં કરી આરું. આસિફ મેરા બેસ્ટેસ્ટ ફ્રેન્ડ હે, બેસ્ટ ભાઈ હે. બસ બુરા લગા કી તુમને તુમ્હારી બુરાઈયો કો છુપાને કે લિયે મેરા નામ આસિફ કે સાથ જોડ દીયા. આરું એક બાર પ્યાર સે પૂછતે તો હર કનફ્યૂઝન દૂર હોતી પર તુમ્હારે પાસે વક્ત હી કહાં થા’ (Ayesha Suicide Case)

‘તુમ હંમેશા અપને મેં હી બીઝી રહેતે થે. મેરી હર બાત તુમ્હે અજીબ લગતી થી, વેસ્ટ લગતી થી. આઇ નો આયુ ઇરિટેટ વીથ મી બિકોઝ તુમ્હારે દિમાગ મેં કુછ ઓર હી ચલ રહા થા. આરું નારાજ હું તુમસે બહોત નારાજ હું. ધોખા દીયા તુમને મુજે. સબ કુછ હોને કે બાદ ફી મે ફીર ભી પ્યાર કરતી હું’ (Ayesha Suicide Case)

હું ખોટી ન હતી, ખોટો તારો સ્વભાવ હતો

પત્રમાં વધુમાં આઈશા એ લખ્યું કે, મેં ક્યારેય દગો નથી આપ્યો. તે હસતી રમતી 2 જિંદગી ઊઝાડી દીધી. સોરી આઇ લવ યુ કુકુ. હું ખોટી ન હતી, ખોટો તારો સ્વભાવ હતો. તારી આંખો પર હું ફીદા છું કેમ એ તો હું આવતા જન્મમાં જ કહીશ. અમદાવાદ પોલીસ આઈશા કેસમાં હાલ આરિફની પૂછપરછ કરી રહી છે. પહેલાં પોલીસ આરિફનો ફોન શોધી રહી હતી. એ અંગે આરિફ કોઈ વાતને સમર્થન આપતો ન હતો. પોલીસને કહેતો હતો કે તેણે તેનો ફોન તેણે ફેંકી દીધો હતો પણ ખરેખર તેણે એ ફોન તેના મિત્રના ઘરે સંતાડ્યો હતો. જે આરીફ ખાન પોતાની પત્નીના પિતા પાસે દહેજની વારંવાર માગણી કરતો તેની પાસે, એક બે નહીં 4-4 દુકાન અને આલિશાન ઘર છે. પોશ વિસ્તારમાં દુકાનો અને મકાન ધરાવતા આયેશાના સાસરિયાઓને મહિને 50 હજાર જેટલું ભાડુ પણ મળે છે. આમ છતાં લાલચુ પરિવાર એક દિકરીના પિતાને પરેશાન કરતા હતા.

‘મેં તુમ્હાર અલાવા કીસ ઓર કી નહી સકતી…. આરૂ ચાર દિન અકેલે થે કમરે મેં હમ ભુખે પ્યાસે. એક બાર ભી કોઈ પૂછને નહીં આયા, જબ કી મેં પ્રેગ્નેનન્ટ થી.. તુમ આતે તો ભી મુજે મારતે થે ઔર મેરે લિટલ આરું કો ચોટ લગ ગયી.. (Ayesha Suicide Case) સો મેં ભી ઉસી કે પાસ જા રહી હું, તુમ્હે વક્ત નહીં કોઈ બાત નહીં, તુમ્હે હક હે મુઝે સતાને કા પુરા હક હે..’

‘મેં જીતે જી તો તલાક નહીં દુંગી સો સોચા મર હીં જાતે હેં લેકીન યે સચ હે કે મેને કભી ધોખા નહીં દિયા તુમ્હે.. તુમ હંમેશા ઇગ્નોર કરતે રહે, હર જગા બેઇજજતી કી… તુમ મત ભુલો મેરા હક થા તુમ પર એઝ અ વાઇફ….. ઇન શોર્ટ આરું મેરી ગુમનામી પર બાતે મત બનાના પ્લીઝ… તુમને હસતી ખેલતી ઝિંદગી ઉજાડ દી એક નહીં દો કી..’

‘સોરી એન્ડ લવ યુ કુકુ.. (Ayesha Suicide Case) તુમ પર મેરા હક બાકી હે તુમ કર્ઝદાર હો.. હો સકે તો ચુકા દેના. આમેન… આઇ વોઝ નોટ રોંગ રોંગ ઇઝ યોર બિહેવિયર ટૂવાર્ડ્સ મી. રોંગ ઇઝ યોર મેન્ટાલિટી અબાઉટ ઓલ ગર્લ્સ.. ખેર છોડો યુ ડોન્ટ કેર ના… એક બાત કહું આજ ભી મેં તુમ્હારી આઈ પર ફિદા હું. ક્યુ યે તો અગલે જન્મ મેં બતાઉંગી.. બિલીવ મી. લવ યુ.. યોર વાઇફ આયેશા આરિફ’

હું પ્રેગ્નેટ હતી, ત્યારે પણ તું ખૂબ મારતો, જેના કારણે આપણા લિટલ આરૂને વાગ્યું

આ કેસમાં આત્મહત્યા મામલે આઈશાના પરિવાર અને વકીલ તરફથી અલગ અલગ ખુલાસા થયા છે. જોકે, હવે આઈશાએ લખેલો એક પત્ર તેના વકીલે રજૂ કર્યો હતો. આ પત્રમાં આઈશા તરફથી અનેક બાબતોના ખુલાસા કરવામાં આવ્યા છે. આ પત્રની શરૂઆત માય લવ આરૂ (આરિફ)થી કરવામાં આવી છે.

આઈશાએ સાબરમતીમાં ઝંપલાવીને મોત વહાલુ કર્યું હતું

25 ફેબ્રુઆરીએ વટવામાં રહેતી અને રાજસ્થાનના ઝાલોર ખાતે પરણેલી આઇશા નામની યુવતીએ હસતાં-હસતાં દર્દભરી પોતાની દિલની વાત કરી સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. એ પહેલાં ફોન પર માતા-પિતા તેને કસમ આપે છે છતાં યુવતી આપઘાત કરી લે છે. આયેશા આપઘાત કેસમાં ઈસ્લામિક સેન્ટર ઓફ ઈન્ડિયાના મૌલાના કેઆર ફિરંગી મહાલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું છે કે ગુજરાતમાં તાજેતરમાં જ એક યુવતીની આપઘાતનો કિસ્સો હ્રદયસ્પર્શી છે. તેનો વીડિયો તમામ મુસ્લિમો માટે એક મેસેજ છે કે દહેજ પ્રણાલીનો અંત લાવવો જોઇએ

Gujarat Government Advertisement

Related posts

મમતા બગડ્યાં: કોરોનાની બીજી લહેર મોદી નિર્મિત ત્રાસદી છે, બંગાળમાં નથી જોઈતી ડબલ એન્જિનની સરકાર

Pravin Makwana

ચિંતાજનક / કોરોના વાઇરસના‘સ્વદેશી વેરિઅન્ટ’એ વધારી ચિંતા, આ રાજ્યમાં સૌથી વધુ અસર

Bansari

BREAKING: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!