GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

અમદાવાદના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો, તમામ દરવાજા પર થશે લોકોનું સ્ક્રિનીંગ

અમદાવાદમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા સતત વધી રહી છે. જેથી અમદાવાદના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરી દેવાયો છે. હવે કોટ વિસ્તારના તમામ પ્રવેશ દ્વાર પર સ્ક્રીનિંગ મશીન મુકાશે. જે પણ વ્યકિત અહીંથી પસાર થશે, તેનું ચેક અપ કરાશે. ખાસ કરીને રાયપુર, કાલપુર, સારંગપુર, દિલ્હી દરવાજા, શાહપુર, જમાલપુર જેવા કોટ વિસ્તારના દરવાજા પરથી પસાર થતા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે.

કોટ વિસ્તારના દરવાજા પર થશે સ્ક્રિનીંગ

કોરોનાના સતત વધતા કેસનો મામલો Amcનો અતિ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. સમગ્ર કોટ વિસ્તારને બફર ઝોન તરીકે અમલમાં લેવાનો નિર્ણય કર્યો છે. મધ્ય ઝોનમાં આવતા 6 વોર્ડ ને કોરોનાના બફર ઝોન તરીકે જાહેર કરાયા છે. કોટ વિસ્તારમાં આવતા 13 દરવાજાની હદમાં ખાસ ટીમ મુકવામાં આવશે. કોટ વિસ્તારની હદમાં પ્રવેશતા તમામની તબીબી તપાસ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરની સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે.

અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન મારફતે દવાનો છંટકાવ

અમદાવાદના દાણીલીમડા, રખીયાલ, આંબાવાડી, જમાલપુર, દરિયાપુર સહિત જમાલપુરને કલસ્ટર કન્ટેઇન્મેન્ટ કરાયા છે. આ વિસ્તારમાં દવાનો છંટકાવ અતિ જરૂરી છે, પરંતુ અહીં દવાનો છંટકાવ કરવામાં પણ જોખમ હોવાથી એએમસી તંત્રએ આ વિસ્તારમાં દવાના છંટકાવ માટે ડ્રોનની મદદ લેવાનું નક્કી કર્યુ છે.

અમદાવાદમાં કુલ કેસની સંખ્યા 83

અમદાવાદમાં આજે 13 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે આજના કેસને નોંધતા અમદાવાદમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 83 થઈ છે. ગુજરાતમાં મંગળવારના દિવસે સવારથી લઈ અત્યાર સુધીમાં 10 નવા કેસ સામે આવ્યા છે. ત્યારે હવે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 175 થઈ છે. જ્યારે આજના દિવસે સુરત અને પાટણમાં કોરોનાના કારણે એક એક દર્દીનું મોત થયું છે.

READ ALSO

Related posts

નદી કિનારે આવેલા આ ગામમાં આકરા તાપમાં પાણી માટે વલખાં

Nilesh Jethva

સુરત : DGVCLની ઓફિસે સ્થાનિક લોકોએ હોબાળો, બિલની રકમ જોઈ લોકો ચોકી ગયા

Nilesh Jethva

દીવ હોટેલ એસોસિએશન હજુ હોટેલો ખોલવા નથી તૈયાર, આ વાતનો છે ડર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!