અમદાવાદઃ APMCમાં વેપારીઓને રડાવી રહ્યા છે બટાટા, એકએક થઈ અધધ આવક

દિવાળી બાદ અમદાવાદની એપીએમસી માર્કેટમાં બટાકાની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. બટાકાની વધેલી આવકના કારણે બટાકાના ભાવ ઘટાડો નોંધાયો છે. જેથી ખેડૂત અને કોલ્ડ સ્ટોરેજના માલિકોને બટાકાનો યોગ્ય ભાવ મળતો નથી.

ગરીબથી લઈને અમીરના ઘરેમાં જોવા મળતા બટાકા હવે ખેડૂત અને કોલ્ડ સ્ટોરેજના માલિકોને રાતા પાણીએ રડાવી રહ્યા છે. કેમ કે, દિવાળી બાદ અમદાવાદના માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં બટાકાની આવક થઈ છે. જેના કારણે બટાકાના ભાવ તળીયે બેસી ગયા છે. જેથી વેપારીઓને રોવાનો વારો આવ્યો છે.

અમદાવાદની એપીએમસી માર્કેટમાં પ્રતિદિન 72થી74 ટ્રક બટાકાની આવે છે. જેથી બટાકા 4 રૂપિયાથી લઈને 11 રૂપિયા પ્રતિ કિલોએ જોખાઈ રહ્યા છે. બટાકાના ભાવમાં ઘટાડો થવાના કારણે વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. વેપારીઓની માગ છે કે, બટાકાના ભાવને સ્થિર કરવા સરકારે યોગ્ય નીતિ ઘડવી જોઈએ.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter