GSTV
Home » News » તો શું હવે હવે અમદાવાદ, રાજકોટ અને સુરતમાં પણ નહીં મળે પાણીપુરી?

તો શું હવે હવે અમદાવાદ, રાજકોટ અને સુરતમાં પણ નહીં મળે પાણીપુરી?

પાણી પૂરી નામ સાંભળતાં જ ખાવાનું મન થઈ જાય અને શહેરના ખૂણે ખૂણે મળતી અા પાણીપૂરી પર પ્રતિબંધ લાગે તેવી સંભાવના છે. અાજથી વડોદરામાં આરોગ્ય વિભાગે પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે. શહેરને રોગચાળાના ભરડામાંથી બચાવવા માટે આરોગ્ય વિભાગે કડક નિર્ણયો લીધા છે. પરંતુ તેની સાથે અમદાવાદ અને સુરત જેવા મેગા સિટીમાં પણ આરોગ્ય વિભાગે અનેક જગ્યાએ દરોડા પાડ્યા છે. અને અમદાવાદમાં પણ પાણીપુરી પર પ્રતિબંધ મુકી શકે છે. તો વાત માત્ર અહીં સુધી સિમિત ન રહેતા વડોદરા માફક સમગ્ર રાજ્યમાં પાણીપુરી પર પ્રતિબંધ લાદી શકે છે. ચોમાસાની ઋતું હોઈ વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે. જેના પગલે ખાદ્ય સામગ્રીના વિક્રેતાઓ પર આરાગ્ય વિભાગે રીતસરનો સપાટો બોલાવ્યો હતો. જેમાં લારીઓ અને દુકાનોમાં વેચાતા અખાદ્ય વસ્તુઓનો નાશ કર્યો હતો. આરોગ્ય વિભાગે આજથી વડોદરામાં પાણીપુરીની વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો છે. જેના પગલે પાણીપુરીના શોખિનો માટે આજથી ડ્રાય દિવસ શરૂ થશે. સૌરાષ્ટ્રમાં રાજકોટમાં અારોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાંથી મનપાને બટાટા અને ચણાનો સડેલો જથ્થો મલી અાવ્યો છે. સૌથી થર્ડકલાસ બટાટાંનો પાણી પૂરીમાં ઉપયોગ થઈ રહ્યો છે.

  • વડોદરામાં અારોગ્ય વિભાગે ફરી દરોડા પાડ્યા
  • લારીને બદલે અા વખતે દુકાનમાં વેચાતી પાણી પુરી સંચાલકો ટાર્ગેટ બન્યા
  • પાલિકાઅે લગાવ્યો છે પાણી પૂરી પર પ્રતિબંધ
  • દરોડાને પગલે પાણીપૂરી વિક્રેતાઅોમાં ફફડાટ
  • રોગચાળો ફેલાવાના ડરને પગલે અારોગ્ય વિભાગના દરોડા

જોવામાં આવે તો પાણીપુરી પ્રેમીઓ માટે આ આજના દિવસે ચંદ્ર ગ્રહણની જેમ પાણીપુરી પર આરોગ્ય વિભાગે ગ્રહણ લગાવ્યો છે. જેનું એક કારણ મોટાપાયે સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોવા છતાં પાણીપૂરીનું વેચાણ અને ખોરાક લેવામાં આવે છે. પાણીપૂરીની લારી ઉભી હોય ત્યાં ગંદકીના ઢગલા હોય છે. રોડ રસ્તાઓ પરની ધૂળ અને ગંદકી પાણીપુરીના મસાલામાં પડતી હોવા છતાં કોઈને પણ પરવાહ નથી હોતી. સરકારે પણ આ બાબતે પગલાં ભરવાની જરૂર છે. રોગચાળા ફેલાવવાનું સૌથી મોટું માધ્યમ પાણીપુરી બને છે. પાણીપુરી બનાવવામાં પણ આરોગ્યના એકપણ નિયમનું પાલન થતું નથી. આમ છતાં લોકો બેદરકાર બની પાણી પૂરીને ખાઈ રોગને નોતરે છે.

આરોગ્ય વિભાગે શહેરમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમજ રોગચાળાને લઈને અલગ અલગ વોર્ડમાં ખાણી-પાણીની વસ્તુઓની ચકાસણી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા વરસાદ અને તેના કારણે નિચાણવાણા વિસ્તારમાં પાણી ભરાતા ઠેરઠેર પાણીજન્ય રોગોની ફરિયાદો ઉઠવા પામી છે.

આરોગ્ય વિભાગની ટીમે ગઈકાલે શહેરમાં વિવિધ જગ્યાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. તેમાં પણ ખાસ કરીને પાણીપુરી બનાવતી જગ્યાએ અને પાણીપુરી માટે ઉપયોગમાં લેવામાં આવતા સડેલા બટાકા સહિતના અખાદ્ય વસ્તુઓનો નાશ કરી હતી અને તેમને નોટિસ ફટકારી હતી. આમ છતાં સ્વચ્છતા બાબતે કોઈ પણ પ્રકારનાં પગલાં ભરાયાં ન હતાં. ગુરુવારે આરોગ્ય વિભાગ દ્ગારા સઘન ચેકિંગ કરાયું હતું.

પાણીપુરીના 50 એકમ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 4000 કિલો અખાદ્ય પુરી, 3350 કિલો બટાટાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે 1200 લીટર પાણીપુરીના પાણીનો નાશ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા કરાયો હતો. આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું હતું કે જે જગ્યાએ પાણીપુરી બનાવવામાં આવતી હતી તે જગ્યા ગંદકીથી ખદબદી રહી હતી, તેમજ પાણીપુરીમાં ઉપયોગમાં લેવામાં આવતા બટાકા સહિતની વસ્તુઓની ખાઇ ન શકાય તેવી ન હતી. પરિણામે આજથી વડોદરામાં પાણીપુરી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. વકરતા રોગચાળા અને ચોમાસાને ધ્યાને રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે. રોગચાળો ન અટકે ત્યાં સુધી પાણીપુરી પર પ્રતિબંધ યથાવત્ રહેશે. પાણીપુરીમાં ઉપયોગમાં લેવાતા બટાટાં છેલ્લી કક્ષાના શાકભાજી માર્કેટમાંથી લાવીને બાફી દેવાય છે. પાણીપુરી બનતી હોય તે વિસ્તારમાં અનેક વાર નજર પડે તો તેવી ગંદકીમાં પાણીપુરી બનતી હોય છે. જેને પગલે આરોગ્ય વિભાગે કડક પગલાં ભર્યા છે.

Related posts

નીતિન પટેલે હાર્દિક પટેલનું નામ બોલ્યા વિના માર્યા આ ચાબખા, કોંગ્રેસને પણ ઝાટકી

Mansi Patel

ખેડૂતો આનંદો, રૂપાણી સરકારે જાહેર કર્યું 700 કરોડનું સહાય પેકેજ

Mansi Patel

જૈન સંપ્રદાયના જયઘોષસુરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા, જીવદયા અને અહિંસાના હતા હિમાયતી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!