વેસ્ટ આવતા મહિને ભારતના પ્રવાસે આવવાની છે. અહીં વેસ્ટ ઈન્ડિઝ 3 વનડે મેચ અને 3 ટી20 રમશે. આ મેચના વેન્યૂ વિશે મોટો અપડેટ સામે આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામેનો સુધારેલો વેન્યુ BCCIએ જાહેર કર્યો છે. અમદાવાદ ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં 3 વનડે મેચ રમાશે. જ્યારે કોલકાતાના ઈડન ગાર્ડનમાં 3 ટી20 મેચની સીરીઝ યોજાશે.
The decision to limit the series to two venues instead of six as originally announced has been done to mitigate biosecurity risks by cutting down on travel and movement of the teams, match officials, broadcasters, and other stakeholders: BCCI
— ANI (@ANI) January 22, 2022
વેસ્ટ ઈન્ડિઝ વ્હાઈટ બોલ સિરીઝ રમવા માટે ભારત આવશે જેમાં ત્રણ ODI અને T20I સામેલ છે. ત્રણ વનડે હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે અને ત્રણ ટી-20 મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. BCCIએ જણાવ્યું છે કે, “પહેલા જાહેર કરાયેલી સીરીઝને 6ને બદલે 2 સ્થળો સુધી મર્યાદિત કરવાનો નિર્ણય ટીમો, મેચ અધિકારીઓ, બ્રોડકાસ્ટર્સ અને અન્ય હિસ્સેદારોની મુસાફરી અને હિલચાલ પર કાપ મૂકીને બાયોસિક્યોરિટીના જોખમોને ઘટાડવા માટે કરવામાં આવ્યો છે.
