GSTV

મ્યુનિ. કોર્પોરેશનનું અણધડ આયોજન, કોટ વિસ્તારમાં AMTSના અનેક પીકઅપ સ્ટેન્ડ ગાયબ થઈ ગયા!

Last Updated on July 28, 2021 by Harshad Patel

કયારેય ના પુરાય એવી જંગી ખોટ તરફ સતત આગળ વધી રહેલા અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસના અજીબોગરીબ વહીવટનું ઉદાહરણ જોવા મળ્યું છે. શહેરના કોટ વિસ્તારમાં આવેલા ગાંધીરોડ અને રીલીફ રોડ સહીતના વિસ્તારોમાં એએમટીએસ દ્વારા બસો તો દોડાવવામાં આવી રહી છે. પરંતુ બસ જયાં અગાઉ ઉભી રાખવામાં આવતી હતી એવાAMTS પીકઅપ બસસ્ટેન્ડો જ ગાયબ કરી દેવામાં આવ્યા હોવાથી એએમટીએસની બસમાં મુસાફરી કરવા ઈચ્છુક મુસાફરોને ચોકકસ કયાં ઉભા રહેવાથી બસ મળી શકશે? એનો ખ્યાલ જ રહેતો નથી.

બીજી તરફ જે સ્થળે અગાઉ AMTS એએમટીએસના બસસ્ટોપ હતા, એ સ્થળે શટલ રીક્ષા, અન્ય રીક્ષાઓ કે ટેમ્પાઓ ઉભા રાખવામાં આવતા હોવાથી એએમટીએસ બસના ડ્રાઈવરો રોડની વચ્ચે બસ ઉભી રાખતા હોવાથી મુસાફરોને બસ પકડવામાં પણ તકલીફ પડી રહી છે. પરંતુ મુસાફરોની આ મુશ્કેલી સમજવાની ચિંતા એ.સી.ઓફીસમાં બેસી એએમટીએસનો વહીવટ સંભાળતા ટ્રાન્સપોર્ટ મેનેજર કે ચેરમેન સહીતના અન્ય કોઈ સભ્યોમાં જોવા મળી રહી નથી.

અમદાવાદ અને અમદાવાદ બહાર પણ લાલ બસ એટલે અમદાવાદની ઓળખ

એક સમયે અમદાવાદ અને અમદાવાદ બહાર પણ લાલ બસ એટલે અમદાવાદની ઓળખ હતી. અમદાવાદ શહેર એટલે લાલબસનું શહેર એવી પણ ઓળખ આપવામાં આવતી હતી. પરંતુ છેલ્લા પંદર વર્ષથી AMTS એએમટીએસની આર્થિક સ્થિતિ સતત કથળતી રહી છે. કથળતી આર્થિક સ્થિતિની વચ્ચે એએમટીએસની પોતાની કહી શકાય એવી માત્ર વીસ બસો છે. બાકીની તમામ બસો ખાનગી ઓપરેટરોની શહેરમાં દોડાવવામાં આવી રહી છે.

મુસાફરો માટે વિનામૂલ્યે મુસાફરી કરી શકાય એ માટે બસ સેવા શરૃ કરવામાં આવી

શહેરના ભદ્ર ચોકમાંથી બે વર્ષ અગાઉ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મુસાફરો માટે વિનામૂલ્યે મુસાફરી કરી શકાય એ માટે બસ સેવા શરૃ કરવામાં આવી છે. આ બસ રીલીફ રોડ ઉપરથી પણ પસાર થાય છે. મુસાફરોને પડતી મુશ્કેલી જોવામાં આવે તો અગાઉ પાનકોરનાકા ઉપરાંત ફૂવારા, ફતાશા પોળ, મોડેલ સિનેમા સહીતના તમામ સ્થળોએ બસ સ્ટોપ મુકવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!