અમદાવાદમાં ગત મહિને પાણીપુરીવાળાને ત્યાં મહાપાલિકાને ટીમે સપાટો બોલાવ્યો હતો.તેમાં લેવાયેલા વિવિધ 21 જેટલાં સેમ્પલમાંથી માત્ર ચાર જ જ સબસ્ટાન્ડર્ડ નીકળતાં ‘ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર’ જેવો ઘાટ થયો છે. પાણીપુરીની લારીઓ પર જઈને સડી ગયેલાં બટાકા કેમેરા સામે બતાવીને પાણીપુરીના પાણીના વાસણો રોડ પર જ ઉંધા વાળી દીધાં હતાં. આ દ્રશ્યો જોઈને લોકોને થયું હતું કે, પાણીપુરીને તો હાથ પણ ના લગાડવો જોઈએ. પરંતુ લેબોરેટરીના પરિક્ષણ બાદનું પરિણામ આશ્ચર્યજનક રીતે એથી તદ્દન ઉંધું આવ્યું છે. મ્યુનિ.એ લીધેલા નમૂનામાંથી મહાલક્ષ્મી પાણીપુરીવાળાની મીઠી ચટણી,અપના બજાર લાલદરવાજાનું પાણીપુરીનું પાણી, ઓઢવમાં ફરતી લારીનો પાણીપુરીનો રગડો અને પાણીપુરીવાળાની મીઠી ચટણી સબસ્ટાન્ડર્ડ ગુણવત્તાવાળી જણાઈ છે, તે ખાવામાં બહુ વાંધો ના આવે. એક પણ પદાર્થ ‘અનસેફ’ જણાયો નથી. આ સિવાય છ પાણીપુરીનું પાણી, સાત બાફેલા ચણા, એક પુરી, બાકીના ચટણીના નમુના ખાવા માટે ઓકે-પ્રમાણિત ઠર્યા છે. આ પરિણામ જોતાં લાગે છે કે, પાણીપુરી સામેની ઝુંબેશ પાયા વગરની હતી