આજે અમદાવાદ મહાપાલિકાનું વર્ષ 2019-20નું બજેટ થશે રજૂ, જાણો કેટલું રખાયું બજેટ

આજે અમદાવાદ મહાપાલિકાનું વર્ષ 2019-20નું બજેટ રજૂ થવાનું છે. મ્યુનિસિપલ કમીશ્નર વિજય નહેરાએ રજુ કરેલા 7509 કરોડના બજેટમા સુધારો- વધારો કરીને સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દ્વારા બજેટ મુકવામા આવશે. સુત્રોનુ માનીએ તો ૪૦૦ થી ૫૦૦ કરોડના વિકાસ કામો ઉમેરાતા બજેટનું કદ સત્તાધારી પક્ષને ગમતા આંકડા અનુસાર ૭૯૯૧ કે ૮૦૦૮ કરોડ થવાની સંભાવના છે. કેન્દ્રની લોકસભા ચૂંટણી આવી રહી છે. જેના કારણે મહાપાલિકા તંત્ર ફૂલ ગુલાબી બજેટ રજુ કરે તેવી સંભાવના છે. આ બજેટમાં કરવેરામાં કોઇ વધારો કરાશે નહીં. પ્રજાકીય કામોને પ્રાધાન્ય આપવામાં આવશે. આ વખતના બજેટમાં ટ્રાફિક અને પાર્કિંગની વકરેલી સમસ્યા પર વિશેષ ધ્યાન અપાશે તેમ જણાય છે. કમિશનરે નવા ફલાય ઓવર મુક્યા ના હોવાથી સત્તાધારી પક્ષ નવા બ્રિજ મુકશે, સ્મશાનોની સ્થિતિ સુધારશે, તળાવોનું ડેવલપમેન્ટ થશે, હોસ્પિટલોમાં સુવિધા વધારાશે, પર્યાવરણને સુધારવાની દિશામાં નવી યોજનાઓની જાહેરાત થશે તેમ માનવામાં આવે છે. વધારાના નાણાં પ્લોટોના વેચાણમાંથી અને સરકારની સ્વર્ણિમ જયંતિ યોજનમાંથી મેળવાશે તેમ જણાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter