GSTV
Home » News » જાણો આ બજેટમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન શહેરને આપશે આટલી સુવિધાઓ

જાણો આ બજેટમાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન શહેરને આપશે આટલી સુવિધાઓ

શહેરમાં જાહેર પરિવહનની સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા સરસપુર અને કાળુપુરમાં ‘ઈન્ટર મોડલ ટ્રાન્સપોર્ટ હબ’ બનાવાશે. જ્યાંથી મેટ્રો, રેલ્વે, બીઆરટીએસ, એએમટીએસ, ઈ-રીક્ષાના નેટવર્કને સાંકળવાની કામગીરી થશે.

– મેટ્રો રેલ, બીઆરટીએસ, એએમટીએસને સાંકળવા ટ્રાન્સપોર્ટના નિષ્ણાતો પાસે માસ્ટર પ્લાન તૈયાર કરાવાશે.

– ખારી કટના પ્રશ્નો હલ કરાશે. ખારી કટના ડેવલપમેન્ટનું ૨૦૦ કરોડના થતું કામ પ્રગતિમાં છે. પણ કેનાલમાં કેટલાંક નાળા આવે છે અને સર્વીસ રોડ સાંકડા છે, તેનો અભ્યાસ કરવા ૧૦ કરોડ ખર્ચાશે.

– હાઉસીંગ બોર્ડ, સ્લમ ક્લીયરન્સ બોર્ડ, ઔડાની જુની વસાહતોમાં ડ્રેનેજ, પાણી, લાઈટની સુવિધા અપાશે, તે માટે ૧૦ કરોડ ફળવાયા છે.

– ૫૫૦ આંગણવાડીઓને વધુ સુવિધાપૂર્ણ બનાવી સ્માર્ટ આંગણવાડી તરીકે વિકસાવાશે, મકાનોનું નવિનીકરણ કરાશે.

– કાંકરિયા લેક ફ્રન્ટ અને ગાંધી આશ્રમ પાછળ રિવરફ્રન્ટમાં કાયમી લાઈટીંગ, લેસર-સાઉન્ડ શો કરવામાં આવશે.

– વાસણા પીરાણા ખાતે વર્લ્ડ ક્લાસ એમ્યુઝમેન્ટ પાર્ક, સ્નો પાર્ક, ઓપનએર થિયેટર ઉભું કરાશે.

– પૂર્વ વિસ્તારમાં અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવાશે. આ માટે ૫ કરોડ ફાળવાયા છે.

– કાંકરિયા ઓપનએર થિયેટર ખાતે ઓડિટોરિયમ બંધાશે.

– શારદાબહેન હોસ્પિટલનું ૧૦ કરોડના ખર્ચે નવીનીકરણ થશે, એલજી હોસ્પિટલમાં ૨ કરોડના ખર્ચે સુપર સ્પેશ્યાલીટી સર્વીસ શરૂ કરાશે. આઈવીએફ-ટેસ્ટ ટયુબ બેબીની સુવિધા ઉભી કરાશે.

– મ્યુનિ. કર્મચારીઓ માટે આવાસ યોજનાને કાર્યાન્વીત કરાશે. જ્યારે અધિકારીઓ અને કોર્પોરેટરોને રિલેક્સ થવા ક્લબ હાઉસ બંધાશે.

– સફાઈની કામગીરીમાં ફિલ્ડ ડયુટી કરનારને ડ્રેસકોડ નક્કી કરાશે.

બજેટના જુના વચનોનું પુનરાવર્તન

– સ્લમ ફ્રી સિટી : શહેરની ૨૫ થી ૩૦ ટકા વસ્તી ઝુંપડપટ્ટીમાં વસવાટ કરે છે. જુના પુરાણા કાચાપાકા ઝુંપડાના સ્થાને બહુમાળી મકાનો બનાવી સ્લમ ફ્રી યોજનાનો સમયબદ્ધ રીતે અમલ કરાશે.

– સીજી રોડની મ્યુનિ. માર્કેટનું ડેવલપ થાય તે માટે ૩ કરોડ ફળવાયા છે. કાલુપુર મ્યુનિ. માર્કેટના રિડેવલપમેન્ટની જાહેરાત કરાઇ છે. મ્યુનિ. માર્કેટનો મુદ્દો અગાઉ ઘણી વખત આવી ગયો છે.

– ભરચક ટ્રાફિકવાળા રોડ ઉપર ફુટ ઓવર બ્રિજ માટે બે કરોડ ફળવાયા છે. આ બાબત જુની છે.

– જુના ગામતળના વિકાસ માટે ૩ કરોડ ફળવાયા છે.

– એનીમલ હોસ્પિટલ, એનીમલ રેસ્ક્યુ સેન્ટર અને એનીમલ હોસ્ટેલ માટે ૫ કરોડ ફળળાયા છે. આમા એનીમલ હોસ્ટેલની વાત જુની છે.

– પીરાણામાં ‘અર્બન ફોરેસ્ટ’ ઉભું કરાશે, આ માટે ૧ લાખ વૃક્ષો ઉછેરવામાં આવશે. આ માટે ૧ કરોડ ફળળાયા છે.

– પ્રેમાભાઈ હોલને પુનઃ ચાલુ કરવાની કામગીરી હાથ ધરાશે. અગાઉ આ બાબત આવી ગયેલી છે.

અમદાવાદના ૪૮ વોર્ડના ૧૯૨ કોર્પોરેટરોને તેમના વિસ્તારની વિકાસની કામગીરી માટે અગાઉ રૂ. ૨૫ લાખની રકમ મળતી હતી. કમિશનરના બજેટમાં તેમાં કાપ મુકીને આ રકમ રૂ. ૧૭ લાખ કરી નાખવામાં આવી હતી. જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ તેમના બજેટમાં પુનઃ ૮ લાખનો વધારો કરી મૂળ ૨૫ લાખની રકમ યથાવત કરી નાખી છે. ઉપરાંત આ રકમમાંથી અગાઉ ૩ લાખ માત્ર સફાઇની કામગીરી પાછળ જ ખર્ચી શકાશે તેવી શરત હતી તે પણ ઉડાડી દેવામાં આવી છે. ડસ્ટબિન વગેરે આપવાનું બધ થતાં આમ કરાયું છે.

– પૂર્વ વિસ્તારમાં ૧૦૦ બેડની રેફરલ હોસ્પિટલ ઉભી કરાશે.

કમિશનરે કોર્પોરેટરોની ઘટાડેલી ગ્રાન્ટ સ્ટેન્ડિંગે વધારી આપી

જ્યારે નાની એક ડઝન જેટલી કમિટીઓના ચેરમેનોને કોર્પોરેટર તરીકે તેમને મળતા ૨૫ લાખમાં પહેલી વખત ૧૦ લાખનો વધારો કરીને આ રકમ ૩૫ લાખ અને ડેપ્યુટી ચેરમેનોને ૨૫ લાખમાં ૫ લાખ ઉમેરીને ૩૦ લાખની રકમ કરવામાં આવી છે. તેમજ મેયરને મળતું ૨.૫૦ કરોડનું બજેટ, ડે. મેયરને ૧.૫૦ કરોડ, સ્ટેન્ડિંગ ચેરમેનને ૧.૫૦ કરોડ, દંડકને ૫૦ લાખ, શાસક પક્ષના નેતાને ૫૦ લાખ અને વિપક્ષના નેતાને મળતા ૫૦ લાખની રકમ યથાવત રાખવામાં આવી છે.

લ્યો બોલો, તમારા ઘર પાસેનો થાંભલો તમારું એડ્રેસ બનશે

સ્ટેન્ડિંગ કમિટીમાં આજે પસાર થયેલા બજેટમાં જણાવાયું છે કે, શહેરમાં ૧.૫૦ લાખ સ્ટ્રીટ લાઈટના થાંભલા છે, જેના પર એક ખાસ પ્રકારનો નંબર ઈન્સ્ટોલ કરાશે. એ જ રીતે મેટ્રો રેલના પીલર અને બ્રિજના પીલર ઉપર પણ આ જ પ્રકારના નંબરો નાખવામાં આવશે. બાદમાં ઉપર પણ આ જ પ્રકારના નંબરો નાખવામાં આવશે.

બાદમાં દરેક નાગરિક તેના ઘર કે સોસાયટી નજીકના થાંભલાનો ‘એડ્રેસ કોડ’ તરીકે ઉપયોગ કરી શકાશે. આ નંબર ગુગલ સાથે જોડાયેલો હશે, જીપીએસમાં એ નંબર નાખતા તમારા ઘરનું લોકેશન નંબર નાખનારને મળી જશે. વાહન ચાલક જીપીએસમાં એ થાંભલાનો નંબર નાખશો તો વાહન તમારા ઘર નજીક આવીને ઉભું રહેશે. સ્માર્ટ અમદાવાદ પ્રોજેક્ટ હેઠળ આ વ્યવસ્થા ગોઠવાશે, જેનો એડ્રેસ તરીકે ઉપયોગ થઈ શકશે.

Related posts

તો આ રીતે વારાણસી બન્યું મોદીમય, ‘હર હર મહાદેવના’ નાદથી ગુંજી ઉઠ્યું કાશી

Mansi Patel

વડોદરામાં જીવલેણ બની લિફ્ટ, મહિલાનું માથુ ફસાઈ ગયું અને મોત થયું

Mayur

સુરતમાં આટલી મોટી ઘટના બન્યા છતાં બેફામ ધમધમી રહેલા પતરાવાળા ક્લાસીસ પર તંત્રની તવાઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!