GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

અમદાવાદમાંથી એક મહત્વના અહેવાલ સામે આવ્યા છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Sardar Vallabhbhai Patel International Airport) નો એક ભાગ રનવે પર ચાલી રહેલા સમારકામને કારણે સોમવારથી દરરોજ 9 કલાક બંધ રહેશે. આ સમય દરમિયાન એરપોર્ટ પર આવતી અને જતી ઓછામાં ઓછી 52 ફ્લાઈટ્સ બદલવામાં આવી છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે રનવે પર કામ સોમવારથી શરૂ થશે, જે 31 મે સુધી ચાલશે. રવિવાર અને જાહેર રજાઓ સિવાયના તમામ દિવસોમાં સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી સમારકામની કામગીરી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે રનવેનું કામ નવેમ્બર 2021થી શરૂ થવાનું હતું પરંતુ તહેવારોની સીઝનને કારણે તેમાં વિલંબ થયો.

ફ્લાઈટ

મુસાફરોની સુવિધાનું ધ્યાન રાખવામાં આવશે

જો કે, એરપોર્ટ અધિકારીઓએ એ પણ સુનિશ્ચિત કર્યું છે કે આ સમય દરમિયાન નિર્ધારિત ફ્લાઇટના પૂર્વ નિર્ધારિત સમયપત્રકમાં ઓછામાં ઓછો ફેરફારો કરવામાં આવશે જેથી મુસાફરોને અસુવિધાનો સામનો કરવો ન પડે. બીજી તરફ, એરપોર્ટના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન રનવે પર સંખ્યાબંધ કામો કરવાની દરખાસ્ત છે, જેમાં રનવેના ફ્લોર પર ઓવરલે, રનવે પર સ્ટ્રીપ અને સ્લોપ એસેસમેન્ટ, રનવે અને સેફ્ટી એરિયા (RESA). ) ગ્રેડિંગ. – તેમાં ડ્રેનેજ બાંધકામ પણ સામેલ હશે

READ ALSO

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV