GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

કોરોનાના ડરને લીધે ઉડ્ડયન સેવાનું ધીમું ‘ટેક્ ઓફ્’, અમદાવાદની 60% ફ્લાઇટ કેન્સલ

ફ્લાઇટ

દેશના મોખરાના એરપોર્ટ માફક અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ પણ ૬૧ દિવસના અંતરાલ બાદ આખરે ધમધમવા લાગ્યું છે. જોકે, પ્રથમ દિવસે જ અમદાવાદની કુલ ૯૦માંથી લગભગ ૬૦ ટકા જેટલી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. અમદાવાદમાં જે કુલ ૩૦ ફ્લાઇટની અવર-જવર થઇ તેમાંથી મોટાભાગમાં પણ ૫૦ ટકાથી ઓછા મુસાફર હતા. લોકડાઉનને લીધે અન્ય શહેરમાં ફસાઇ ગયા હોય તેઓ જ હાલ ફ્લાઇટ દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે.

અમદાવાદ એરપોર્ટ છેલ્લા ૬૧ દિવસથી મુસાફરોના આગમન વિના સૂનું થઇ ગયું હતું. આજે વહેલી પરોઢિયે મુસાફરોના આગમન સાથે જ નિષ્ચેતન થઇ ગયેલા અમદાવાદ એરપોર્ટમાં પ્રાણ ફૂંકાયા હતા. પરંતુ ૬૧ દિવસ અગાઉની સરખામણીએ અમદાવાદ એરપોર્ટમાં ચિત્ર જાણે સાવ જ બદલાઇ ગયું હતું. ના કેવળ મુસાફરો બલ્કે એરપોર્ટ સ્ટાફ-સીઆઇએસએફના જવાનો દ્વારા પણ કોરોના વાયરસના કેરને પગલે સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝેશન જેવા તકેદારીના પગલા અમદાવાદ એરપોર્ટમાં લેવામાં આવ્યા હતા. મુસાફરનું અમદાવાદ એરપોર્ટમાં આગમન થાય તે અગાઉ તેના લગેજને સેનેટાઇઝ કરવામાં આવતું હતું. આ પછી અન્ય એક કેબિનમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મુસાફરના શરીરનું તાપમાન સામાન્ય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવતી હતી. આ પછીનો પડાવ આરોગ્ય સેતુ એપ છે કે કેમ તે દર્શાવવાનો હતો. જે મુસાફરોની આરોગ્ય સેતુ એપમાં ગ્રીન સ્ટેટસ હોય તેમને જ આગળ જવા દેવાતા હતા.

અહીંથી મુસાફરો બહારથી જ ચેક ઈન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પછી સીઆઇએસએફના કર્મીઓ ગ્લાસ વોલની બીજી તરફથી મુસાફરોની ટિકિટ, આઇડી પ્રૂફ ચેક કરી તેમને ટર્મિનલની અંદર જવા દેતા હતા. ચેક ઈન માટે ટર્મિનલની અંદર પણ ૧૦ સિસ્ટમ ગોઠવાઇ હતી. એક મુસાફર ચેક ઈન કરે પછી તુરંત જ તે મશિનને સેનેટાઇઝ કરવામાં આવતું હતું. મુસાફર ફ્લાઇટમાં બેસવા જતો હોય તે અગાઉ તેને ફેસ શિલ્ડ, માસ્ક અને સેનેટાઇઝર કિટ સાથેની સેફ્ટી કિટ આપવામાં આવતી હતી.

ફેસ શિલ્ડ, માસ્કને મુસાફરી દરમિયાન પણ ફરજીયાત પહેરી રાખવાના હતા. કેટલીક એરલાઇન્સના સ્ટાફે તેમના કેબિન ક્રુને પીપીઇ કિટ પહેરાવી હતી. અનેક મુસાફરો રાજસ્થાન, રાજકોટ, જુનાગઢ, જામનગર જેવા દૂરના અંતરોથી પણ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. ગો એર દ્વારા ૧ જૂન સુધીની તમામ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. આ સિવાય આજે અન્ય જે ફ્લાઇટની અવર-જવર થઇ તેમાં પણ ગણતરીના મુસાફરો હતા.

ફ્લાઇટમાં બેસવા અગાઉના ૬ પડાવ

  • લગેજ સેનેટાઇઝેશન.
  • થર્મલ સ્કેનરથી તાપમાન ચકાસણી.
  • આરોગ્ય સેતુ એપમાં ગ્રીન સ્ટેટસ.
  • સીઆઇએસએફ દ્વારા ઓળખપત્ર,
  • ટિકિટની ચકાસણી.
  • સેલ્ફ ચેક ઈન.
  • બોર્ડિંગ.

રાજસ્થાન, રાજકોટથી આવેલા મુસાફરો અટવાયા

ફ્લાઇટમાં વતન પહોંચવા માટે અનેક લોકો આજે રાજસ્થાન, રાજકોટ, જુનાગઢથી પણ અમદાવાદ પહોંચ્યા હતા. જોકે, કેટલીક એરલાઇન્સે ફ્લાઇટ અચાનક જ કેન્સલ કરી દેતા તેમને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો અને અમદાવાદ સુધીનો ધક્કો થયો હતો. ૭૭ વર્ષના એક વૃદ્ધ ઈ પાસ નહીં હોવાથી મુસાફરી કરી શક્યા નહોતા.

ક્વોરન્ટાઇન થવાને કારણે અનેક લોકોએ મુસાફરી ટાળી

કર્ણાટક, પંજાબ, હરિયાણા, કેરળ જેવા અનેક રાજ્યો દ્વારા ઘડવામાં આવેલા નિયમ પ્રમાણે અન્ય રાજ્યથી ફ્લાઇટમાં આવતા ડોમેસ્ટિક મુસાફરોને ૭ થી ૧૪ દિવસ માટે ક્વોરન્ટાઇ રાખવામાં આવશે. આ ક્વોરન્ટાઇન થવાના કારણે મોટાભાગના મુસાફરોએ હાલ પૂરતી મુસાફરી ટાળવાનો નિર્ણય લીધો હતો. હાલ એવા જ મુસાફરો ફ્લાઇટથી મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે જેઓ લોકડાઉન બાદ પોતાના વતનથી અટવાઇ ગયા છે.

કેટલીક ફ્લાઇટમાં માત્ર ૭-૮ મુસાફરો

આજે મોટાભાગની ફ્લાઇટ ૫૦ ટકાથી વધુ ખાલી જોવા મળી હતી. અમદાવાદથી કંડલા ગયેલી ફ્લાઇટમાં ૭ જ્યારે બેલ્ગામથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાં ૮ મુસાફરો હતા. એક એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું કે, ‘રાજ્યો વચ્ચે સંકલનના અભાવે પણ ફ્લાઇટ ખાલી જઇ રહી છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળની ફ્લાઇટ ક્યારે ઉપડશે તેને લઇને છેક સુધી અનિશ્ચિતતા હોવાથી ત્યાં જનારા મોટાભાગના મુસાફરોએ થોભો અને રાહ જુઓનો વ્યૂહ અપનાવ્યો છે.’

PPE કિટ સાથે બેંગાલુરુથી અમદાવાદની મુસાફરી

આજે મોટાભાગના પ્રવાસીઓ કોરોના સામે સાવચેતી રાખતા જોવા મળ્યા હતા. જેના ભાગરૂપે માસ્ક, ફેસ શિલ્ડ પહેરી રાખ્યા હતા. પરંતુ બેંગાલુરુથી આવેલા બે મુસાફરો પીપીઇ કિટ પહેરીની આવ્યા હતા. હિતેષ અને અલ્કા નામના આ મુસાફરોએ બેંગાલુરુથી અમદાવાદની મુસાફરીમાં પીપીઈ કિટ પહેરી રાખી હતી. તેમના મતે પીપીઈ કિટથી ગરમી ખૂબ જ થાય છે પણ કોરોનાથી બચવા માટે આવી પીડા મામૂલી છે.

Read Also

Related posts

આણંદ : યુવતી સાથે પ્રેમ સંબંધની બાંધી નરાધમોએ ખેતરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ

Nilesh Jethva

સુરતમાં ટીઆરબી જવાનને ભલમનસાઇ પડી ભારે, જાહેરમાં ઝઘડો કરી રહેલા દંપતિને રોકવા જતા પડી થપ્પડ

Nilesh Jethva

દેશમાં મહામારી બની કાબૂ બહાર, ફક્ત 4 દિવસમાં નવા 1 લાખ પોઝીટીવ કેસ સાથે 8 લાખને પાર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!