અમદાવાદ એરપોર્ટના આસિસ્ટન્ટની મારામારી મામલે ધરપકડ, જાણો કોણે કર્યો કેસ

અમદાવાદ એરપોર્ટના આસિસ્ટન્ટ મેનેજરએ ઇમિગ્રેશન અધિકારીને માર મારતા પોલીસે મેનેજરની ધરપકડ કરી છે. સોમવારની સાંજે ઇમિગ્રેશનના અધિકારી વિદ્યાનંદ મિશ્રા તેમનું વાહન લઇ ડ્યૂટી પર જઇ રહયાં હતાં. તે સમયે બાઇક પાર્ક કરવા બાબતે હાજર એરપોર્ટના આસિસ્ટન્ટ મેનેજર મનોજ સોલંકી સાથે બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલીઉગ્ર બની જતા એરપોર્ટ મેનજરે ઇમિગ્રેશન અધિકારી સાથે મારા મારી કરી હતી. જે મામલે અધિકરીએ એરપોર્ટ પોલીસમા મેનેજર સામે ફરિયાદ કરી હતી. તો ફરિયાદના આધારે એરપોર્ટ પોલીસે મેનેજર મનોજ સોલંકીની મારામારીનાં કેસમા ધરપકડ કરી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter