અમદાવાદ શહેરની જાણિતિ એકેડમીમાંથી નાણાંની ઉચાપાતની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના જાણિતા વિસ્તાર ગુરૂકુળ રોડ પર આવેલી અગેટા ટેનિસ એકેડમીમાંથી ઉચાપત થયાની ઘટના બહાર આવી છે. અગેટા એકેડમીની ફેક રસીદ બૂક છપાવી આરોપીઓએ ૫૪ લાખનું કૌભાંડ આચર્યાની વિગતો ખૂલતા સીઆઈડી ક્રાઈમમાં બેડમિન્ટ કોચ પ્રદીપ બ્રાર અને તેજલ પટેલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.મે,૨૦૧૬ થી મે,૨૦૧૯ના ત્રણ વર્ષના સમયગાળામાં આરોપીઓએ ઉચાપત કરી સંસ્થાને નુકશાન કર્યાનો તેમજ ગત તા.૫-૬-૨૦૧૯ના રોજ ટ્રસ્ટી જોશની ઓફિસમાં આરોપી પ્રદીપ બ્રારે આવી મહિલાની હાજરીમાં અપશબ્દો બોલી ધાકધમકી આપી ગેરવર્તન કર્યાનો આક્ષેપ ફરિયાદમાં છે. સીઆઈડી ક્રાઈમે બનાવ અંગે સોમવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

બેડમિન્ટન કોચ પ્રદીપ બાર અને તેજલ પટેલ સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ દાખલ થઈ
સેટેલાઈટના રામદેવનગર ખાતે હેવન પાર્ક નજીક આવેલા ચૈતન્ય બંગલોમાં રહેતાં અને અગેટા (ગર્વમેન્ટ એમ્પલોઈઝ ટેનિસ એસોસીએશન)માં એક્ઝિક્યુટીવ આસીસ્ટન્ટ ટુ પ્રસીડન્ટ તરીકે કામ કરતા રૂચિર જગદીશભાઈ ગજ્જર (ઉં,૩૭)એ સીઆઈડી ક્રાઈમમાં ઉચાપતની ફરિયાદ આપી છે. જે મુજબ સીઆઈડી ક્રાઈમે બેડમિન્ટ કોચ પ્રદીપ છગનભાઈ બાર અને તેજલબહેન દિપકભાઈ પટેલ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

ફરિયાદીની વિગતો મુજબ આરોપી પ્રદીપ બાર અને તેજલ પટેલએ યેનકેન પ્રકારે એસોસીએશનના નામની ડુપ્લિકેટ પાવતી બૂકો છપાવી અથવા તો કોઈ પણ રીતે પાવતી બુકો એસોસીએશનમાંથી મેળવી લઈને ટ્રસ્ટીઓ સહિતના લોકોને અંધારામાં રાખી ઉચાપત કરી હતી. આરોપીઓએ બેડમિન્ટન રમવા આવતા ૧૮૫ લોકોમાંથી ૬૫ લોકોની ફી ઓફિસમાં જમા કરાવી હતી. જો કે, ૧૨૦ જેટલા વ્યક્તિઓની પ્રદીપ બાર અને તેજલ પટેલે માસીક રૂ.૧.૫૦ લાખ લેખે કુલ રૂ.૫૪ લાખની ફીની રકમ પોતાના અંગેત ઉપયોગમાં લઈને એસોસીએશનને નુકશાન પહોંચાડયું હતું. આ ઉપરાંત ગત તા.૫મી જૂન,૨૦૧૯ના રોજ અગેટાના ટ્રસ્ટી જોશ સરની ઓફિસમાં સરોજબહેનની હાજરી આરોપી પ્રદીપ બારે ઉશ્કેરાઈ જઈ બિભત્સ શબ્દો બોલી ધાકધમકી આપી ગેરવર્તન કર્યું હતું. બનાવને પગલે સીઆઈડી ક્રાઈમે આરોપીઓ તપાસ હાથ ધરી હતી.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો